રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ રાહત આપવામાં આવી રહી છે. જન્માષ્ટમી પર છૂટ -છાટ આપવામાં આવી હતી .તેથી ખેલૈયાઓને આશા હતી કે સરકાર દ્વારા ગરબાના આયોજનોને પણ મંજૂરી આપવામાં આવશે. ત્યારે હવે કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીના શેરી ગરબાને છૂટ આપી છે.
રાજ્ય સરકાર દ્વારા લોકોની માર્યાદિત સંખ્યાની સાથે શેરી ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારનો નવરાત્રીને લઇને આ મોટો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ રાત્રી કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂ રાતના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, સરકાર દ્વાર ગત વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન કરવા દેવામાં આવ્યું નહોતું. માત્ર માતાજીના પૂજા અને અર્ચનાની છૂટ આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયને લઇને નાના-નાના કલાકારોને પણ રાહત મળશે. આ વર્ષે પણ સરકાર દ્વારા ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. પણ શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી DJ અને સાઉન્ડના ધંધાની સાથે સંકડાયેલા લોકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકારે શેરી ગરબાની છૂટ આપી પણ મોટા આયોજનોને છૂટ આપી નથી. પણ સરકારના આ આદેશથી પહેલા રાજ્યના મોટા ગરબાના આયોજકો આ વર્ષે ગરબાનું આયોજન ન કરવાનું જણાવી ચૂક્યા છે.