બોલિવૂડ ના ખલનાયક અમિતાભ બચ્ચન ની પૌત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મ ઇન્ડુસટ્રી માં ન હોવા છતાં પણ લાઇમલાઈટ માં રહે છે. સ્ટનિંગ લુક્સ અને બ્યૂટી ને કારણે અનેક લોકોને પસંદ કરી રહ્યા છે. નવ્યા ના આવા મસ્ત લુક્સ ને જોઈ ને ચાહકો ને એમને બોલિવૂડ માં કામ કરવા માટે ની સલાહ આપી છે. જેના પર નવ્યા એ પ્રતિક્રિયા આપી છે.
તાજેતરમાં નવ્યાએ પોતાનો એક મસ્ત ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તે પિંક ટી શર્ટ સાથે પિંક પેન્ટ પહેરેલી દેખાઈ રહી છે. ખુલ્લા વાળ અને ઓછા મેકઅપમાં નવ્યાનો અનોખો લુક જોવા મળ્યો છે. સ્માઈલ પોઝ સાથે નવ્યાએ આ ફોટો ક્લિક કરાવ્યો છે. જેના કેપ્શનમાં નવ્યાએ સનફ્લાવર ઈમોજી બનાવ્યું છે. નવ્યાની આ પોસ્ટ પર એના ચાહકોએ એવું લખ્યું હતું કે, તમારે બોલિવુડમાં ટ્રાય કરવું જોઈએ. તમે બ્યુટીફુલ છો.
આનો જવાબ આપતા અમિતાભ બચ્ચનની પૌત્રીએ કહ્યું કે, તમારા આ શબ્દો બદલ તમારો આભાર. પણ બ્યુટીફુલ લેડી બિઝનેસ પણ કરી શકે છે. એની આ પોસ્ટ પર માહીપ કપૂર, ખુશી કપૂરે પણ કોમેન્ટ કરી છે. ઈન્ડિયન આઈડલના એક સમયના સ્પર્ધક સવાઈ ભટ્ટે પણ નવ્યાની ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું હતું કે, નમસ્તે મૈમ. જેનો રીપ્લાય આપતા નવ્યાએ હાથ જોડતું ઈમોજી પોસ્ટ કર્યું હતું.
નવ્યા પોતાના ગ્રાન્ડપેરેન્ટ અને કાકાની જેમ ફિલ્મી દુનિયામાં કોઈ કેરિયર બનાવવા નથી માગતી. તે ફેમિલી બિઝનેસ જોઈન કરવા માગે છે. નવ્યાએ Fordham યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
ડિજિટલ ટેક્નોલોજી અને યુએક્સ ડીઝાઈનમાં નિષ્ણાંત છે. તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે પોતાના દાદા એચ.પી. નંદાના બિઝનેસને આગળ વધારવા માગે છે. આ ઉપરાંત નવ્યા આરા હેલ્થ નામની એક ક્લિનિંકનું પણ સંચાલન કરે છે. જે મહિલાઓના આરોગ્ય માટે કામ કરતી સંસ્થા છે. તે સમયાંતરે પોતાના અવનવા ફોટો પોસ્ટ કરતી રહે છે. બીજી તરફ આરા હેલ્થને લઈને પણ એક પેજ બનાવ્યું છે. જેમાં તે મહિલાઓ માટે ફિટનેસ ટિપ્સ શેર કરે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેણે અમિતાભ બચ્ચન અને જયા સાથેના કેટલાક ફોટો પણ શેર કરેલા છે.