જયારે કુદરત પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે બધા લોકો કુદરત આગળ લાચાર પડે છે.ઘણી વખત કુદરત એવી સમસ્યા ઉભી કરે છે. લોકો ખુબ હેરાન થાય છે જયારે પણ આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે દેશના જવાન સમસ્યા સામે લડવા માટે પહાડની જેમ ઉભા થાય છે. જયારે પર દેશ ઉપર કોઈ આફત આવે ત્યારે જવાને યાદ કરવામાં આવે છે. તે પોતાના જીવનની પરવા કર્યા વગર રેસ્ક્યુ ઓપરેશન કરીને દેશવાસીઓનો જીવ બચાવે છે.
NDRF ના જવાનો હમેશા લોકોને રાહત પહોચાડવાની કામગીરી કરે છે હાલ દેશમાં વરસાદ ની સીઝન ચાલુ છે. એવામાં કેટલાક વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાય છે. તેવામાં હાલ બિહારમાં ખુબ વરસાદ પડે છે બિહારના ઘણા ભાગ માં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. બિહારના ચંપારણ જિલ્લામાં પૂરની સ્થિતિ હોવાથી ત્યાં NDRF ની ટિમો ઘણી જગ્યાએ મુકવામાં આવી છે.
મોતીહારી જિલ્લામાં પૂર ના પાણી બધી જગ્યાએ ફરી વળે છે તેવા એક મહિલા જેનું નામ કમલા દેવી છે. તે એક ગર્ભવતી મહિલા હતી તેને પૂરના સમયે પેટ માં દુખાવો ઉપડે છે. કમલા દેવી ની તાત્કાલિ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા ખુબ જરૂરી હતા. પણ નજીકની હોસ્પિટલ માં જવાના બધા રસ્તા ઉપર પૂરના પાણી ફરીવળે છે. હોસ્પિટલ જવાના બધા રસ્તા બંધ થઇ જાય છે. તેવામાં ત્યાં રાહત પહોંચાડતી NDRF ની ટીમને આ સૂચના મળે છે કે એક ગામમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા છે પણ રસ્તા બધા બંધ છે. NDRF ની ટીમ પોતાના જીવની પરવા કર્યા વગર તે મહિલાનો જીવ બચાવવા નિકરી પડે છે ત્યાં NDRF ની ટીમે મહિલાનો પરિવાર અને સાથે આશા વર્કરને નજીકમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર લઈ જવાનું નક્કી કર્યું . NDRF ની ટીમ બધાને રેસ્ક્યુ બોટમાં બેસાડીને આરોગ્ય કેન્દ્ર તરફ આગળ વધે છે તેવામાં કમલા દેવી ને વધારે પડતો દુખાવો ઉપડવાથી તેમની ડીલેવરી બોટ માં કરવાનું નક્કી કર્યું. NDRF ટીમ અને આશા વર્કરે સાથે મળીને કમલા દેવીની સુરક્ષિત ડીલેવરી કરાવે છે NDRF ની ટીમ મહિલાનો અને તેના બાળકનો જીવ બચાવમાં સફળ થાય છે.