પાટીદાર સમાજનું ગૌરવ યુ.એસ નેવીમાં સ્થાન પામી ગુજરાતની નેત્રી પટેલ

trending

આજે સમાજમાં દીકરીઓ પ્રગતિ કરી રહી છે સમાજમાં દીકરા દીકરીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હતો પણ આજે દીકરીઓ જે કામ દીકરા ના કરી શકે તે કામ દીકરીઓ કરી બતાવે છે પાટીદાર સમાજની આ દીકરીએ અમેરિકામાં ભારતનું નામ ઊંચું કર્યું છે તેને પોતાના સમાજ નું અને માતા-પિતાનો નામ સમાજમાં ઊંચું કર્યું છે આજે તેની પસંદગી યુ.એસ નેવીમાં થતા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે

ગુજરાતના ચીખલી તાલુકાની પાટીદાર સમાજ ની દિકરી એ અમેરિકામાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે અમદાવાદની પાલડી શાળામાં અભ્યાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકામાં પોતાના નાના નાનીના ઘરે ગઈ હતી ગુજરાતના ચીખલી તાલુકાના વાંઝણા ગામની નેત્રી પટેલ અમેરિકાની નેવી માં પસંદગી થઈ હતી તેને પોતાના સમાજનું નામ રોશન કર્યું છે

આજે ઘણા બધા પાટીદાર સમાજના પરિવારો અમેરિકામાં સ્થાયી થયા છે તેમાંથી છ વર્ષ પહેલા અમદાવાદથી નેત્રી નીરવ ભાઈ પટેલ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા તેમને અમદાવાદ ની પાર્ટી શાળામાં ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો તે પછી તે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા તે હાલ અમેરિકાના મિસિસીપી રાજ્યમાં રહે છે તેમના પિતા એક બિઝનેસમેન હતા જોકે હાલ અમેરિકામાં મોટેલના ઉદ્યોગમાં વ્યવસાય કરી રહ્યા છે અને તે હાલ આ ઉદ્યોગમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે

યુ.એસ નેવીમાં પસંદગી થવી તે ખૂબ ગર્વની વાત છે તે માટે ખૂબ મહેનત અને પરિશ્રમ કરવો પડે છે નેત્રી ખૂબ મુશ્કેલી ગણાતી યુ.એસ નેવીની ટ્રેનિંગ પૂરી કરીને તેમાં તેની પસંદગી થઇ હતી પરિવારથી દૂર રહીને તેને આ મુશ્કેલ ટ્રેનિંગ પૂરી કરી હતી તેને યુ.એસ નેવી માં સેલર તરીકે પદ આપવામાં આવ્યું હતું નેત્રીની પસંદગી થતાં તેના મા-બાપ ને ખૂબ ગર્વ અહેસાસ થયો હતો આજે નેત્રી ઉપર નિરવભાઈ પટેલને ખૂબ ગર્વ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *