ફેસબુકમાં આવતી લોનની જાહેરાતોથી ક્યારેય છેતરાશો નહિ, મહેસાણાના એક યુવાનની જેમ જબરજસ્ત ફસાઈ જશો…

Latest News

આજના જમાનામાં આપણે અપડેટ રહેવું પડશે. આજે ટેક્નિકલ યુગમાં આપણે એટલા જાણકાર ન હોવાના કારણે આપણે છેતરપિંડીના ભોગ બનતા હોઈએ છીએ. આજે ડિજિટલ યુગ એટલો બધો આગળ વધી ગયો છે કે આપણે વિચાર્યા પહેલા જ આપણે છેતરપિંડીના શિકાર બનીએ છીએ. સોશ્યિલ મીડિયામાં સતત ને સતત અવારનવાર કિસ્સા તમને સાંભરવા મળતા હોય છે. આજે ફેસબુકમાં લોનની જાહેરાત આવે જે આપને ઇફેકટીવ રીતે લલચાવતાં હોય છે.

સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા આજકાલ છેતરપિંડીના કેસ તમને સાંભરવા મળતા જ હશે. હાલમાં આવી એક ઠગાઈ ઓનલાઇન ફેસબુક દ્વારા મહેસાણાના ભાંડુમાં રહેતા પાર્થ પટેલ નામના વ્યક્તિ સાથે ઓનલાઇન ઠગાઈ થઇ છે. જ્યાં આગળ ફેસબુક પર લોની જાહેરાત મુકવામા આવી હતી ત્યાં આગળ છેતરપિંડી આચરવામાં આવી છે. અહીં આગળ ભેજાબાજોએ લોન આપવના બહાને પાર્થ જોડેથી અગત્યના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા.

હાલમાં આ યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ

ત્યારબાદ પાર્થ જોડેથી GST એકાઉન્ટ ખોલાવીને યુઝર આઈડી તેમજ પાસવૉર્ડ મેળવી લીધો હતો. આ ડિજિટલ ભેજાબાજોએ તે જ GST નંબર પર ૪ કરોડના ૧૮% GST બિલિંગના ઓવર ટ્રાન્જેકશન કર્યા હતા. મહેસાણાના આ યુવાનને જાણ થતા જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *