ધોરાજી ના એક ખેડૂતે એક છોડ પર ૧૨૦નું રોકાણ કર્યું, જેનાથી ભવિષ્ય માં બની જશે કરોડપતિ

Latest News

આપણ ગુજરાત માં ઘણા ખેડૂતો હવે કાયમી ખેતી છોડી ને અન્ય વસ્તુ ની ખેતી કરવા તરફ વળ્યાં છે. કુદરતી આફતો ને કારણે ખેડૂતો ને ખુબજ મોટા પ્રમાણ માં નુકસાન નો વેઠવું પડે છે. ત્યારે આ પ્રકાર નો નુકશાની નો સામનો ના કરવો પડે તે માટે રાજકોટ ના ધોરાજી ના એક ખેડૂત ચંદન ના વૃક્ષઓ નું વાવેતર કરી ને ભવિષ્ય ની આવક નોંધાવી છે.


પરંપરાગત ખેતી છોડીને ચંદનની ખેતી કરનાર ખેડૂતનું નામ ભગવાનજી ચવાડીયા છે. ભગવાનજીની ઉંમર 55 વર્ષની છે અને તેને પોતાના ખેતરમાં ચંદનની ખેતી કરવા માટે યુ-ટ્યુબની મદદથી માહિતી મેળવી હતી અને ત્યારબાદ તેમણે પોતાના એક એકરના ખેતરમાં ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું છે. ખેડૂત ભગવાનજીના કહેવા અનુસાર ચંદનના વૃક્ષોનું વાવેતર કરવાથી તેમને ઘણો ફાયદો થયો છે. ચંદનનું વૃક્ષ વાવ્યા પછી તેની આસપાસ માત્ર નિંદામણ કરવું પડે છે બાકી કોઈ કામ કરવું પડતું નથી.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચંદનનો એક છોડ 120 રૂપિયાના ભાવે મળે છે અને તેની માવજત 15 વર્ષ સુધી કરવાની હોય છે. 120માં લીધેલો આ છોડ 15 વર્ષ પછી લાખોની કમાણી કરાવે છે. તેમનું કહેવું છે કે, ચંદનના છોડનું વાવેતર કરીને તેની 2 વર્ષ સુધી થોડી સંભાળ રાખવી પડે છે. એક વખત આ છોડ વૃક્ષ બની જાય ત્યારબાદ તેને કાપવામાં ન આવે ત્યાં સુધી તેની કોઈ પણ સંભાળ રાખવી પડતી નથી. તો બીજી તરફ રાજ્ય સરકાર પણ ખેડૂતોને ચંદનની ખેતી કરવા તરફ પ્રોત્સાહિત કરી રહી છે. સરકાર દ્વારા ખેડૂતને 120 રૂપિયાના ચંદનના છોડ પર 30 રૂપિયાની સબસીડી પણ આપવામાં આવે છે.


આ ખેડૂત એ તેમના ખેતરની 1 એકર જમીનમાં ચાર વર્ષ પહેલા ચંદનના છોડનું વાવેતર કર્યું હતું. આજે તે છોડ ઉછરીને ઘણા સારા થઇ ગયા છે. ખેડૂત ભગવાનજીએ ચંદનની ખેતી શરૂ કરી હોવાના કારણે અન્ય ખેડૂતો પણ તેમના ખેતરની મુલાકાત લેવા માટે આવે છે અને તેઓ પણ ચંદનની ખેતી કરવા તરફ પ્રેરાઈ રહ્યા છે. જે ખેડૂતો ચંદનની ખેતી કરવા ઈચ્છતો હોય તેમણે ખેડૂત ભગવાનજી યોગ્ય માહિતી આપીને તેને પ્રોત્સાહિત કરે છે. વર્તમાન સમયમાં ટેક્નોલોજી પણ લોકોને ખૂબ જ મદદરૂમ થઇ રહી છે. મોબાઈલ અને ઇન્ટરનેટની મદદથી કોઈ પણ વ્યક્તિ ગમે તે માહિતી આંગળીના ટેરવે મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *