ભારતનો ગોલ્ડન બૉય નીરજ ચોપડાનું વધુ એક સપનું પૂરું થઈ ગયું છે. તેણે પોતાના માતા-પિતાને ફ્લાઇટમાં બેસાડીને હવાઈ મુસાફરી કરાવી. ટોક્યો ઓલિમ્પિક 2020મા ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચનારા નીરજ ચોપડાએ ટ્વીટર પર તસવીરો શેર કરતા તેની જાણકારી આપી છે. તસવીરમાં નીરજ ચોપડા માતા-પિતા સાથે ફ્લાઇટમાં બેસીને ખૂબ જ ખુશ નજરે પડી રહ્યો છે. તેણે તસવીરો સાથે એક ભાવુક પોસ્ટ પણ લખી છે. તેણે લખ્યું- આજે જિંદગીનું એક સપનું પૂરું થયું જ્યારે પોતાના માતા-પિતાને પહેલી વખતે ફ્લાઇટમાં બેસાડીને જોયા. બધાની દુઆઓ અને આશીર્વાદ માટે હંમેશાં આભારી રહીશ.
તેની આ પોસ્ટ પર ફેન્સની જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. ભારતીય આર્મીમાં ઑફિસર નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવલીન થ્રો (ભાલા ફેક) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તેણે 87.58 મીટરનો જેવલીન થ્રો કરતા ઐતિહાસિક ગોલ્ડ મેડલ દેશને અપાવ્યું હતું. નીરજ ચોપડાએ આ મેડલ સાથે જ ભારતનું ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ લેવાનું સપનું પૂરું થઈ થઈ ગયું. નીરજ ચોપડા આ એથલેટિક્સમાં મેડલ જીતનારો પહેલો ભારતીય બન્યો. તેની સાથે જ અભિનવ બિન્દ્રા સિવાય ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારો ખેલાડી પણ છે.
ભારતે નીરજ ચોપડાના ગોલ્ડ સહિત કુલ 8 મેડલ ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યા, જે ભારતના અત્યાર સુધીની ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. નીરજ ચોપડા જ્યારે ભારત પરત ફર્યો તો તેનું હીરોની જેમ સ્વાગત થયું. મેડલ બાદ નીરજ ચોપડા સ્ટાર બની ચૂક્યો છે. હાલમાં જ નીરજ ચોપડાના નામે પૂણેમાં નવનિર્મિત સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું. તેના પર નીરજ ચોપડાના કોચ અને સાથીઓએ ખુશી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે એક સમયે નીરજ ચોપડાને પ્રેક્ટિસ કરવા માટે સમતલ મેદન નસીબ થતું નહોતું પરંતુ આજે પૂણેમાં તેના નામ પર સ્ટેડિયમ છે. તે પાનીપત અને હરિયાણા જ નહીં પરંતુ આખા દેશના ગૌરવની વાત છે.
તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે સૌથી પહેલા હું ટોક્યોથી પરત આવ્યા બાદ મળેલા પ્રેમ અને સ્નેહ માટે બધાનો આભાર માનવા માગું છું. હું ઈમાનદારીથી દેશભારથી અને બહારથી મળેલા સમર્થનથી અભિભૂત છું અને તમારા બધાનો આભાર માનવા માટે મારી પાસે શબ્દની નથી. તબિયત ખરાબ થવા અને ટ્રાવેલના કારણે મારી ટ્રેનિંગની શરૂઆત થઈ શકતી નથી, જેના કારણે મેં અને મારી ટીમે આ વર્ષની સીઝન રોકવાનો નિર્ણય લીધો છે. દેશના ચોતરફથી એથલેટિક્સ પ્રત્યે રુચિ જોઈને ખૂબ સારું લાગે છે અને તમને બધાને અનુરોધ છે કે આગામી સમયમાં પણ દેશના એથલેટિક્સને સપોર્ટ કરતા રહો. જય હિન્દ.
