ટોક્યો માં રમાઈ રહેલી ઓલમ્પિક ગેમ્સ નો રવિવારે અંતિમ દિવસ હતો. આ વિશ્વફલક પરનો ખેલ મહાકુંભ ખતમ થાય એના એક દિવસ પેહલા કરોડો ભારતીયોને ગર્વથાય એવી ક્ષણ આવી હતી. સૌને દેશવાસીઓને ખુશ થવાનો પ્રસંગ મળ્યો હતો. શનિવારે ભારતીય એથ્લીટ નીરજ ચોપડાએ ભાલા ફેક ઇવેન્ટ માં ગોલ્ડ મેડલ જીતી ને દેશ નું નામ વૈશ્વિક કક્ષા એ નામ રોશન કર્યું છે.
છેલ્લા ૧૦૦ વર્ષથી ગોલ્ડ માટે જોવાતી રાહનો અંત આવ્યો હતો. આ ખુશીના પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રામનાથ કોવિંદે પણ એક ટ્વીટ કરીને એમને શુભેચ્છા પાઠવી હતી. સારી વાત એ પણ છે કે, આ ખુશી ક્રિકેટ પ્રેમીઓના ચહેરા ઉપર પણ જોવા મળી હતી. શનિવારે નીરજે ગોલ્ડ જીતી લીધો ત્યારે જ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ સીરીઝના મેચ દરમિયાન કોમેંન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર આશીષ નેહરા તથા સુનિલ ગાવસ્કર ઝુમી ઊઠ્યા હતા. બંને ડાન્સ કરવા લાગ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોની નેટવર્કે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. જેમાં ગાવસ્કર અને આશિષ નેહરા પોતાના સાથી મિત્રો સાથે નીરજની મેચ જોઈ રહ્યા હતા. નીરજ ગોલ્ડ જીત્યા બાદ ગાવસ્કરે ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે’ગીત લલકાર્યું હતું. https://twitter.com/SonySportsIndia/status/1424009729714524162?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1424009729714524162%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fkhabarchhe.com%2Fnews-views%2Fsports%2Fviral-video-of-gawaskar-and-ashish-nehra-both-are-extremly-happy-on-golden-boy-neeraj
ફાઈનલના છઠ્ઠા રાઉન્ડમાં જેવું ચેક ગણરાજ્યના જાકુબ વાડલેચે પોતાનો અંતિમ થ્રો પૂરો કર્યો, નીરજને ખ્યાલ આવી ગયો હતો કે, આખરે ગોલ્ડ આપણા હાથમાં છે. તે તમામ ૧૨ ખેલાડીઓમાં પહેલા ત્રણ પ્રયત્નોમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયો હતો. એ પછી તે બાકીના ત્રણ પ્રયત્નોમાં થ્રો કરવા સૌથી છેલ્લે મેદાન પર આવ્યો હતો. આ મેડલ સાથે નીરજ હવે ભારત તરફથી વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારો બીજો ખેલાડી છે. આ પહેલા નિશાનેબાજ અભિનવ બિન્દ્રાએ બેઈજિંગ ઓલમ્પિક ૨૦૦૮ માં મેન્સ કેટેગરીમાં ૧૦ મીટર રાઇફલમાં ગોલ્ડ જીત્યો હતો.
ભારતે ઓલમ્પિકમાં ભાગ લીધા બાદથી લઈ ઓલમ્પિક ૨૦૧૬ સુધી ક્યારેય એથલેટિકમાં મેડલ નથી મેળવ્યું. દિગ્ગજ ખેલાડી સ્વ. મિલ્ખાસિંહ વર્ષ ૧૯૬૦ માં અને પીટી ઉષા 1984માં સામાન્ય અંતરથી ગોલ્ડ સુધી પહોંચતા રહી ગયા હતા. ઈન્ટરનેશનલ ઓલમ્પિક સમિતી હજુ પણ નાર્મન પ્રિચાર્ડની પેરીસ ઓલમ્પિક ૧૯૦૦ માં ૨૦૦ મીટર અને ૨૦૦ મીટર વિધ્ન દોડમાં જીતેલા મેડલ સામે ભારતનું નામ લખી રહી છે.