એક સમય ની દુનિયા ની સૌથી મોટી કંપની રહેલી નોકિયા હંમેશા પોતાના ઇનોવેટિવ પ્રોડક્ટ માટે જાણીતી છે.સ્માર્ટફોન ના વધતા ચલણ ની વચ્ચે નોકિયા હજુ પણ પોતાના શાનદાર ફીચર ફોન માર્કેટ માં લોન્ચ કરી રહી છે. ૪જી ટેક્નોલોજી સજ્જ આ ફોન માં સામાન્ય રીતે વૃધ્ધો માટે ખાસ ફ્રિચર્સ આપવામાં આવે છે. તેમજ દમદાર બેટરી બેકઅપ પણ છે. જે આપણે મોબાઈલને ઘણા દિવસ સુધી ચાર્જ ના કરો તો પણ ચાલે.
કંપની Nokia 105 – 4G ની સાથે Nokia 110 – 4G ને ગ્લોબલ માર્કેટ માં લોન્ચ કરી ચુકી છે. હવે આ ફોન ચીન માં લોન્ચ કરી દેવા માં આવ્યો છે.
આ ફોન ૨૨૯ યુઆન માં ઉપલબ્ધ છે. એટલે કે તેની ભારત માં કિંમત આશરે ૨૬૦૦ રૂ. છે. આ ફોન ને ખાસ કરી ને વૃધ્ધો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. વૃધ્ધો માટે ફોન માં રીડઆઉટ આસિસ્ટ ફીચર છે. જે ઓન સ્ક્રીન કન્ટેન્ટ વાંચવા માટે ટેક્સ ટુ સ્પીચ એન્જિન નો ઉપયોગ કરે છે. વાહલા ગ્રાહકો ને ફોન માં ઈન્ટરનેટ બ્રાઉઝીંગ નો વિક્લપ મળશે.
ફોન ના ફીચર ની વાત કરીએ તો ફોનમાં ૧.૮ ઇંચનું કલર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનો સ્ટેન્ડબાય ૧૮ દિવસ સુધીનો છે. આ ફોન માં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે. જેમો ૧૨૮ MB રેમ અને ૪૮ MB સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
ભારત માં નોકિયાનો આ ફોન હજુ લોન્ચ થયો નથી. રિપોર્ટ અનુસાર ભારત માં વર્ષ ૨૦૨૧ દરમિયાન માં નોકિયા ના પોતાના ૪ જેટલા અલગ – અલગ ફોન લોન્ચ કરવાનું વિચારી રહી છે.