ભારતીય પરંપરા એવી વાતો કહેવામાં આવેલી જેની પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. આવી અમુક વાતોને આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે. અમે તમને આવી કેટલીક પરંપરા વિષે જણાવીશું જે સાંજના સમય સાથે જોડાયેલી છે. સાંજના સમયે કેટલાક કાર્યો ન કરવા તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હિન્દૂ ધર્મમાં આવી જેટલી વાતો કહેવામાં આવેલી છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છુપાયેલ છે.
સાંજના સમયે ઘરની અંદર અંધારું કેમ ન રાખવું જોઈએ.? સાંજનો સમય એટલે કે સૂર્યાસ્તના સમયને ભગવાનની આરાધનાનો સમય માનવામાં આવે છે. સાંજ સમયે પૂજા કરવાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. તે સમયે ઘરમાં દીવો કરીને ઘરને પ્રકાશિત રાખવું ખુબ જ જરૂરી માનવામાં આવ્યું છે. દિવસે કે રાત્રે આપણાથી જાણતા કે અજાણતા જે કોઈ ભૂલ થાય છે તે ત્રીકર સંધ્યાથી નાશ પામે છે. સાંજના સમયે અંધારું રાખવાથી ઘરમાં નકારત્મક ઉર્જાનો નિવાસ થાય છે.
સૂર્યાસ્તના સમયે આભ્યાસ કેમ ન કરવો જોઈએ? સૂર્યાસ્તના સમયે અભ્યાસ કે વાંચન ન કરવું જોઈએ. કારણકે તે સમયે પ્રકાશ ડીમો થઇ જાય છે. તે સમયે વાંચન કરવાથી આંખો પર વધારે ભાર પડે છે. જેનાથી આંખો પર નુકશાન થાય છે. વિધ્ધવાનો પણ એક કહે છે કે તે સમયે અભ્યાસ કરવામાં એકાગ્રતા નથી આવતી.
સાંજના સમયે કેમ જમવું ન જોઈએ. વિધ્ધવાનોનું કહેવું છે કે આ બધા કાર્યો સાંજના સમયે કરવાથી મનુષ્યની ઉંમર ઘટે છે. તે સમયે ભોજન કરવાથી પાચન શક્તિને અસર થાય છે. પેટને લગતી સમશ્યાઓ પણ ઉભી થતી હોય છે. ઘરમાં અશાંતિનું વાતાવરણ ઉદ્ભવે છે.
વડીલો શા માટે ઘરમાં રાત્રે સાફ સફાઈની ના પડે છે જાણો મોટાભાગના ઘરોમાં આ પરંપરા પ્રચલિત છે. પ્રાચીન સમયથી જ આ પરંપરા ચાલતી આવી છે. ઘરની સાફ સફાઈ આપણું મન પ્રસન્ન અને ખુશ રહેતું હોય છે.
એવું કહેવામાં આવે છે કે રાતનાં સમયે વાસણો ધોયા વગરના ઘરમાં ન રાખવા જોઈએ. તેનાથી સુખ સમૃદ્ધિ નો નાશ થાય છે. વાસ્તુશાસ્ત્ર પણ તેને અશુભ માણે છે.