ભરતમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે.આબધા લોકો પોત પોતાના ધર્મમાં માનતા હોય છે.તેમાં હિન્દૂ ધર્મમાં પોતાના દેવી દેવતાને પૂજવા માટે મંદિરમાં જતા હોય છે. હિન્દૂ ધર્મમાં મંદિરને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.જયારે પણ કોઈ ભક્તિની મનોકાના પૂર્ણ ન થતી હોય ત્યારે તે પોતાના દેવી દેવતાની ટેક રાખતા હોય છે જયારે પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે પોતાની ટેક પૂર્ણ કરતા હોય છે. તેવાજ એક કિસ્સા વિષે વાત કરવા જઈ રહ્યો છું. એક NRI ભક્તિની મનોકામના પૂર્ણ થવાથી તે NRI ભક્ત અંબાજી મંદિર માં એક કિલો સોનુ દાનમાં આપી દે છે.
આજે આપણે વાત કરીયે અંબાજી મંદિર વિશે જ્યાં જવાની સાથે બોલ માડી અંબે જય જય અંબે સાંભરવા મળે છે. અંબાજી એક ધાર્મિક તીર્થ સ્થળ છે.જ્યાં માં અંબેને પૂજવામાં આવે છે.જ્યાં મંદિરની ઉપર ૧૪૦ કિલો સોનાથી મંદિરના ઉપરના ભાગને સુવર્ણ બનાવાની કામગીરી ચાલુ છે.અંબાજી મંદિર એકાવન શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓરખાય છે.
અંબાજી મંદિરમાં નાના મોટા ૩૫૮ કળશ લગાવામાં આવ્યા છે.મંદિરમાં ઘણા ભક્તો દ્વારા અવાર નવાર દાન કરવામાં આવતું હોય છે.હાલમાં મંગળવારે ના રોજ મૂળ પાટણના બાલીસણા ગામના રહેવાસી હાલ અમેરિકામાં સ્થાયી થયેલ મહેન્દ્ર પટેલે એક કિલો સોનુ તેમના પિતાના હસ્તે અંબાજી મંદિરમાં આપીને માં અંબે ના આશીર્વાદ મેળવ્યા હતા
મહેન્દ્ર પટેલ તથા તેમના ભાઈ હર્ષદ પટેલ હાલ અમેરિકામાં રહે છે તેમના માતા પિતા પાટણ જિલ્લના બાલીસણા ગામે રહે છે.જે અમરેકીમાં એક ગ્રોસરી સ્ટોર ચલાવે છે.જે પાછલા ઘણા સમય થી માં અંબે ના દર્શન કરવા માગતા હતા પણ કોરોના મહામારીના લીધે આવી શકતા ન હતા તેથી તેમના પિતાની ઈચ્છા અનુસાર એક કિલો સોનુ દાન આપવામાં આવ્યું હતું
મંદિરના પ્રટાંગણમાં તેમના પરિવાર અને સગાં સબન્ધી સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં તે માં અંબેના દર્શન કરીને પાવન થાય છે.અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં મંદિરમાં એક કિલો સોનુ ભેટ તેમના પિતાના હાથે આપીને તેમના પિતા નટવરભાઈની ઈચ્છા પૂર્ણ કરી હતી.અંબાજી મંદિરને સોનાથી મઢી દેવાની કામગીરી ચાલુ છે.તેમના પિતાના હાથે આપવામાં આવેલા સોનાનો ઉપયોગ મંદિરના ગુંબજને સોનાથી મઢવા માટે કરવામાં આવશે.નટવરદાદાના કહેવા પ્રમાણે તેમની એક મનોકામના હતી કે તેઓ અંબાજી મંદિરમાં દાન કરશે.મહેન્દ્ભાઇ તથા હર્ષદભાઈ જીવનમાં ખુબ પ્રગતિ કરે
બોલ માડી અંબે જય જય અંબે