આજના અનહેલ્ધી જીવનમાં મોટાભાગના પરેશ થઇ રહ્યા છીએ. હાલમાં ઘરે ઘરે જંકફૂડ નો વધારો એટલો બધી ગયો છે કે પૂછશો જ નઈ. નાના બાળકથી લઈને મોટી ઉંમરના લોકો પણ જંકફૂડ ખાય છે. એમાં પણ લોકો હાલમાં આંખના નંબરથી બહુ પરેશાન હોય છે. ચશ્મા કોઈને પહેરવા કોઈને ગમતા નથી. ત્યારે આપણી વચ્ચે સુરતના એક ડોકટર દ્વારા આંખના નંબર લઈને મલ્ટીફોકસ લેન્સ પર એક રીસર્ચ કર્યું છે તેના આધારે લોકોને હવે ચશ્મામાંથી આજીવન છૂટી મળે જશે.
માહિતી અનુસાર મલ્ટીફોકસ લેન્સ પર રીસર્ચ કરનાર પ્રોફેસરનું નામ ડૉક્ટર ચેતના પટેલ છે અને તેઓ દક્ષિણ ગુજરાત વીર નર્મદા યુનિવર્સિટીની એફિલીયેટેડ ભારતીમૈયા એપ્ટ્રોમેટ્રી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. મલ્ટીફોકસ લેન્સ પરનું રીસર્ચ ડોકટર મહેન્દ્રસિંહ ચૌહાણ માગ્દર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. આ રિસર્ચ પરથી લોકો આજીવન ઓછા ખર્છે ચશ્મામાંથી મુક્તિ મેળવી શકે છે.

આ બાબતે ડૉક્ટર ચેતના પટેલ દ્વારા 200 આંખ પર મલ્ટીફોકસ લેન્સ બેસાડીને એક સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નિરીક્ષણ કર્યાબાદ ક્લિનિકલ એનાલિસીસ કરવામાં આવતા આ રીસર્ચમાં કેટલાક રિજલ્ટ બહાર આવ્યા હતા. આ તારણો અનુસાર મલ્ટીફોકસ લેન્સ બેસાડ્યા બાદ મોટાભાગના લોકોને મોતિયાના ઓપરેશન પછી દૂરના કે નજીકના નંબરના ચશ્માં પહેરવાની જરૂર રહેતી નથી, આ ઉપરાંત મલ્ટીફોકસ લેન્સના પ્રત્યારોપણ બાદ પણ ગ્લેર, હેલોસ વગેરે સ્વભાવિક રહે છે.