આ તારીખે લોન્ચ થશે Ola Electric Scooter, જાણો માહિતી

Latest News

Ola Electric Scooter ની રાહ જોતા માટે એક સારા સમાચાર આવ્યા છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તારીખ જાહેર કરાઈ છે. ઓલા ના ફાઉનડર ભાવીશ અગ્રવાલે તેની જાહેરાત કરતા કહ્યું કે અન્ય અગત્યની માહિતી ટૂંક સમય માં મળી જશે. ફાઉન્ડર એ ટ્વિટ કરી કે એ બધા નો આભાર જેમને અમારું સ્કૂટર આરક્ષિત કર્યું છે. અમે ઓલા સ્કૂટર ને ઓગસ્ટ માં લોન્ચ કરવાનું આયોજન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે કંપનીએ પોતાના ઈ-સ્કૂટરની બુકિંગ 15 જુલાઇથી શરૂ કરી દીધી હતી. હવે કંપનીએ કહ્યું છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી સીધી ગ્રાહકોને તેમના ઘરે મળશે. Ola Electric પોતાના Series-S સ્કૂટરની ડિલિવરી માટે ડાયરેક્ટ ટુ કન્ઝ્યૂમર(D2C) મોડલ અપનાવશે અને ગ્રાહકોને પોતાના ઘરે સીધી ડિલિવરી મલશે.

ઓલા સ્કૂટરની ડોર સ્ટેપ ડિલિવરી માટે ઓલા ઈલેક્ટ્રિક અલગથી લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટ બનાવશે. આ ગ્રાહકોને ડાયરેક્ટ પરચેઝ અને ડોક્યૂમેંટેશન, લોન અને અન્ય સુવિધા આપશે. ૧૫ ઓગસ્ટના રોજ ઓલાની આ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થવાની છે. કંપનીએ તારીખનું એલાન કરી દીધું છે. ઓલાની આ ઈલેક્ટ્રિક સ્કૂટરને લઇ લોકોમાં ઘણી ઉત્સુકતા છે.


ઓલા સ્કૂટરે હાલમાં જ એક નવો વીડિયો શેર કર્યો હતો. પહેલા ખબર હતી કે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર ૪ કલર ઓપ્શનમાં મળશે. પણ હવે કંપનીએ કહ્યું કે આ સ્કૂટર ૧૦ કલર ઓપ્શનમાં આવશે. ઓલા સ્કૂટરને કંપનીની વેબસાઇટ પર માત્ર ૪૯૯ રૂપિયામાં બુક કરી શકાય છે. આ કિંમત સંપૂર્ણ રીતે રિફંડેબલ છે. જે લોકો જલદી બુકિંગ કરશે તેમને ડિલિવરીમાં પ્રાયોરિટી આપવામાં આવશે.
કેબ એગ્રીગેટરથી ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા બનેલી કંપનીનો દાવો છે કે તેમને ગ્રાહકોની ખૂબ જ સારી પ્રતિક્રિયા મળી છે. એવી અટકળો છે કે આ ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત એક લાખથી ઓછી હોઇ શકે છે અને રાજ્યોમાં મળનારી સબસિડી તેને વધારે રિઝનેબલ બનાવી શકે છે.


ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ૩KW અને ૬કવા ની વચ્ચે ઈલેક્ટ્રિક મોટર હોવાની સંભાવના છે. આ લગભગ ૫૦ એનએમ પીક ટોર્ક જનરેટ કરી શકે છે. કંપનીના ચાર્જર નેટવર્કનો ઉપયોગ કરી ઓલા સ્કૂટર માત્ર ૧૮ મિનિટમાં ૫૦ ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ત્યાર પછી તે ૭૫ કિમી સુધી સરળતાથી અંતર કાપી શકે છે. તેને સંપૂર્ણ રીતે ચાર્જ થવામાં ૨ કલાક ૩૦ મિનિટનો સમય લાગી શકે છે.
ઓલા સ્કૂટરની ખરીદીની સાથે તેને ઘરે ચાર્જ કરવા માટે એક હોમ ચાર્જર યૂનિટ પણ આપવામાં આવશે. જો કોઇ નિયમિત ચાર્જિંગ પોઇન્ટમાં પ્લગ કરવામાં આવે છે તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલરને ઝીરોથી ફુલ ચાર્જ થવામાં સાડા પાંચ કલાક સુધીનો સમય લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *