ઓલા કંપનીએ સ્વતંત્રતા પર્વ ના દિવસે બપોરે ૨ વગ્યા આસપાસ પોતાનું ઈ-સ્કુટર માર્કેટ માં લોન્ચ કર્યું હતું. ભારતીય માર્કેટ માં એને લોન્ચ કર્યા બાદ અને કે ફીચર્સ ની ચર્ચા પણ કરી હતી. કંપની આ લોન્ચિંગ ને યાદગાર બનાવવા માટે અનેક રીતે પ્રમોશન પણ કરી રહ્યા છે. ઘણા સમય પહેલા આ સ્કુટર માટે નું ઓનલાઇન બુકીંગ શરૂ થઇ ગયું હતું.
માત્ર રૂ. ૪૯૯ માં આ સ્કુટર બુક કરાવી શકાય છે. કંપનીએ દાવો કર્યો કે આ સ્કુટર ભારતીય ગ્રાહક ને ધાયને રાખી ને તૈયાર કરવામાં આવ્યું છે. જેની કિંમત પણ ઓછી રાખવામાં આવી છે. જેથી મધ્યમ લોકો પણ આ ઈ- સ્કુટર ની ખરીદી કરી શકે છે. લોન્ચિંગ દરમિયાન ઓલા કંપની ના CEO ભવિષ્ય અગ્રવાલે જણવ્યું હતું કે , ભારત માં ઓલા ની ફેક્ટરી એ દેશ ની સૌથી મોટી ઇમારત હશે.
અલગ અલગ આકારમાં શિવલિંગની મદદથી અલગ ડિઝાઈન બનાવવામાં આવે છે.
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર પર સબસિડીનો સૌથી વધુ લાભ ગુજરાતના લોકોને મળશે. ઓલાના S1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ડિલિવરી ઓક્ટોબરમાં શરૂ થઇ જશે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર S1ની એક્સ શૉરૂમન કિંમત રૂ.૯૯,૯૯૯ છે. જ્યારે S1 પ્રોની કિંમત રૂ.૧૨૯,૯૯૯ છે. જે રાજ્યમાં ઈ વ્હીકલ્સ પર સબસિડી આપવામાં આવે છે ત્યાં આ સ્કૂટરની કિંમત ઓછી હશે. દિલ્હીમાં S1 કિંમત રૂ.૮૫,૦૯૯ છે. જ્યારે ગુજરાતમાં OLA S1 સબસિડીને લીધે ૭૯,૯૯૯ રૂપિયામાં મળશે. તો S1 પ્રો સબસિડી બાદ ગુજરાતમાં 1.09.999 રૂપિયામાં મળશે. મહારાષ્ટ્રમાં S1 રૂ.૯૪,૯૯૯ અને S1 પ્રો ૧૨૪૯૯૯ રૂ.માં મળશે. રાજસ્થાનમાં રૂ.૮૯૯૬૮ છે. દેશના ૪૦૦ શહેરમાં ઈ વ્હીકલ્સને ચાર્જ કરવા માટેના ચાર્જિંગ પોઈન્ટ બનવાના છે.
૧૦૦,૦૦૦ થી વધારે લોકેશન પર હાઈપર ચાર્જર લગાવવામાં આવશે. ચાર્જિંગને લીઈને કોઈ મુશ્કેલી ન થાય એ માટે કંપની પૂરતું ધ્યાન આપી રહી છે. આ અંગે કંપનીની સત્તાવાર વેબસાઈટ ઉપરથી પણ માહિતી મળી રહેશે. ક્યા સિટીમાં કેટલા ચાર્જિંગ પોઈન્ટ છે એની પણ વિગત છે.