નડિયાદ માં લિફ્ટ આપવાના બહાને નરાધમે ૬૦ વર્ષ ના વૃદ્ધ સાથે દુષ્કર્મ કર્યું

Latest News

જાણે રાજ્યમાં નરાધમોને કાયદો અને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે રાજ્ય માં અવાર-નવાર બળાત્કાર અને છેડતી ની ઘટનાઓ સામે આવી રહી છે. તો લોકો પણ આવા નરાધમો ને કડકમાં કડક સજા મળી રહી તેવી અપીલ કરી રહ્યા છે. ત્યારે એક વધુ ઘટના નડિયાદ માં સામે આવી છે. પરંતુ આ ઘટના માં કોઈ યુવતી કે મહિલા બળાત્કાર નપ ભોગ નથી બની પરંતુ એક ૬૦ વર્ષ ના વૃદ્ધ સાથે નરાધમ ને દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે વૃદ્ધ એ પોલીસ ને જાણ કરતા પોલીસ ની નરાધમ ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

માહિતી અનુસાર નડિયાદ તાલુકામાં આવેલા એક ગામમાં રહેતા 60 વર્ષના વૃદ્ધા તેમના પતિને ટિફિન આપવા માટે ગયા હતા અને તે દરમિયાન રાત્રિના આઠ વાગ્યે તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા પરંતુ તેમને રસ્તામાં કોઈ વાહન મળતું ન હતું, તેથી તેઓ વાહન મળે તે માટે રસ્તા પર રાહ જોઈ રહ્યા હતા. તેવામાં વૃદ્ધાની નજીક એક સફેદ કલરની કાર આવી અને કારમાં બેસેલા ઈસમે વૃદ્ધાને તમારે જ્યાં જવું હોય ત્યાં તમને છોડી દઉં તેવું કહીને કારમાં બેસાડ્યા હતા. કારચાલકનું નામ ઘનશ્યામ હતું અને તે વૃદ્ધાના ગામનો જ હતો.

વૃદ્ધા કારમાં બેસી ગયા અને ત્યારબાદ આ નરાધમ ઘનશ્યામના મગજમાં કંઇક બીજું જ ચાલી રહ્યું હતું અને તેને વૃદ્ધાને કારમાં બેસાડ્યા બાદ કાર તેના ગામમાં લઈ જવાના બદલે નડિયાદના અન્ય એક ગામમાં લઈ ગયો હતો. ત્યારબાદ આ ગામમાં અવાવરૂ જગ્યા પર ઘનશ્યામે 60 વર્ષના વૃદ્ધા સાથે જોર જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યુ હતું અને જો આ બાબતે તે કોઈને કહેશે વૃદ્ધાની હત્યા કરી દેશે તેવી પણ ધમકી ઘનશ્યામે આપી હતી. દુષ્કર્મ આચર્યા બાદ ઘનશ્યામ વૃદ્ધાને કારમાંથી ઉતારીને ભાગી ગયો હતો. ત્યારબાદ વૃદ્ધાએ આ સમગ્ર મામલે નરાધમ ઘનશ્યામ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે નરાધમ ઘનશ્યામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


આ ઘટનાના થોડા દિવસો પહેલા અન્ય એક મહિલા પર દુષ્કર્મની ઘટના નડિયાદમાં સામે આવી હતી. જેમાં 10 ઓગસ્ટના રોજ માનસિક રીતે બીમાર એક મહિલા તેમના ઘરમાં સૂઈ રહ્યા હતા. ત્યારે નડિયાદ હાઉસિંગ બોર્ડમાં રહેતા 41 વર્ષના નરાધમે મહિલાને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઇને મહિલાના પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં નરાધમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનામાં આરોપીનું નામ સુરેશ લાલવાણી હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસે પરિવારના સભ્યોને ફરિયાદના આધારે સુરેશની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *