અમેરિકા ની ઓલમ્પિક માં લૉંગ જમ્પર ક્યુનેશાએ મેકડોનાલ્ડ થી ઓલમ્પિક સુધી ની મુસાફરી નક્કી કરી છે. બકર્સ ૧૦ વર્ષ પહેલા સુધી મેકડોનાલ્ડ રેસ્ટૉરૉંમાં વેઈટર તરીકે કામ કરતી હતી , પરંતુ આજે તે ઓલમ્પિક ગેમ્સ માં અમેરિકા તરફ થી મેડલ ની દાવેદાર બની ગઈ છે. બકર્સ જયારે ૧૬ વર્ષ ની હતી તો પોતાની ફેમિલી ને સપોર્ટ કરવા માટે મેકડોનાલ્ડ માં ફરવા લાગી હતી. તે પોતાની નાની બહેનોની જવાબદારી ઉઠાવવા માટે નાની ઉમ્બર માં જ કામ કરવા લાગી હતી . જોકે ત એ પણ જાણતી હતી કે મેકડોનાલ્ડ તેના માટે કોઈ પણ રીતે નું સિરિયસ કરિયર નથી.
બર્ક્સના માતા-પિતા અલગ થઈ ગયા હતા અને તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. પારિવારિક જિંદગીમાં ઉથલ-પાથલ વચ્ચે બર્ક્સ ઘરના બિલ્સ ભરતી હતી. પોતાની નાની બહેનોને શાળાએ લઈ જતી હતી અને ઘરના ઘણા કામ પોતે કરતી હતી એટલી વ્યસ્ત હોવા છતા તે બાસ્કેટબોલ ગેમ્સમાં ખૂબ રસ ધરાવતી હતી. મિડલ સ્કૂલ દરમિયાન બર્ક્સે દોડવાની શરૂઆત કરી હતી, જેથી તે પોતાના બાસ્કેટબોલ ગેમને સારી બનાવી શકે, જોકે બાસ્કેટબોલની ઘણી સ્ટેટ ચેમ્પિયનશીપ રમ્યા બાદ બર્ક્સના કોચે કહ્યું હતું કે બાસ્કેટબોલ માટે ઘણી ઝડપી છે તેણે પોતાનું કરિયર રનિંગમાં બનાવવું જોઈએ.
બર્ક્સે પહેલા તો એ વાત પર ધ્યાન ન આપ્યું, પરંતુ જ્યારે તેણે આ રમતની સૂક્ષ્મતા શીખી તો તેની આ રમતને લઈને ઉત્સુકતા ઘણી વધવા લાગી. ખાસ કરીને લોંગ જમ્પમાં ખૂબ રસ ધરાવતી હતી. જોકે બર્ક્સને આ રમત બાબતે કંઈ ખબર નહોતી, પરંતુ એ જ રમતના કારણે તેને ઓલિમ્પિકમાં ટિકિટ મળી. બર્ક્સને શરૂઆતમાં લોંગ જંપ દરમિયાન રેતીમાં કૂદવાનું પણ અજુગતું લાગતું હતું. તેને લાગતું હતું કે તે કારણ વિના કપડાં ખરાબ કરવા માગતી નથી. જોકે આ ગેમ્સની સુક્ષ્મતા જાણ્યા બાદ તેમાં રસ વધ્યો.
હાઇસ્કૂલ દરમિયાન તેણે 13 ફૂટની જંપ લગાવી હતી અને તે એવરેજથી માત્ર 3 ઇંચ દૂર રહી ગઈ હતી. તેના થોડા મહિનાઓ બાદ તે 20 ફૂટ જંપ કરવા લાગી હતી. વર્ષ 2019મા US આઉટડોર ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશીપથી પહેલા તેણે પોતાના દાદાને ગુમાવી દીધા. તે પોતાના દાદાની ખૂબ નજીક હતી. તે દાદાના મોતથી ઘણી તૂટી ચૂકી હતી અને ચેમ્પિયનશિપમાં ભાગ લેવા નહોતી માગતી, પરંતુ તેના પરિવારે તેને એ ચેમ્પિયનશીપ માટે તૈયાર કરી. બર્ક્સ કહે છે કે એ ઘટનાએ તેને માનસિક રીતે મજબૂત બનાવી.