ઓમીક્રોનના જોખમ વચ્ચે ૮ જાન્યુ.થી ફ્લાવર શૉ, કેસ વધશે તો કોની જવાબદારી ?

Latest News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો રાજકોટમાં રોડ શૉ થયો હતો. 50 ટકાથી વધારે કેસ મહાનગર અમદાવાદમાંથી નોધાયા છે. તેમ છતાં કોર્પોરેસનમાં શાસન પર રહેલા ભાજપના સત્તાધીશો મોટા કાર્યક્રમો કરવામાં મસ્ત છે. એવું લાગે છે કે શાસકો ઈચ્છે છે કે ભીડ એકઠી થાય. રાજકોટમાં રેલી બાદ હવે અમદાવાદમાં કોર્પોરેશન તરફથી તા.8 જાન્યુઆરીના રોજ સાબરમતી રીવરફ્રન્ટ પર ફ્લાવર શૉ શરૂ થવાનો છે.

તા.8થી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રીવરફ્રન્ટ પર ફ્લાવર શૉ પાર્કમાં રૂ.100ની ટિકિટ નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે એવી સ્થિતિ છે. બીજી તરફ આરોગ્યની થીમ પર ફ્લાવર શૉ યોજવા આયોજન થયું છે. એક બાજુ 300થી વધારે કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. ભીડ ભેગી ન થાય એની જવાબદારી રાજ્ય સરકારની બને છે. તેમ છતાં સરકાર તેમજ કોર્પોરેશન આ પ્રકારના ફેસ્ટિવલ ઉજવી રહ્યું છે. જાણે કોરોના ફેલાવવામાં રસ હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

શનિવાર અને રવિવાર એટલે વીકએન્ડમાં બાળકોના ટિકિટના દર રૂ.૫૦ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે ૧૩ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રૂ.૧૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આ ફ્લાવર શૉમાં ૪૦૦ વ્યક્તિઓને એન્ટ્રી આપવામાં આવશે. વધુમાં વધુ ૫૦૦૦ લોકોને પ્રવેશ મળે એવું આયોજન છે.આ શૉમાં ૧૫ જેટલા સ્ક્લ્પચર તૈયાર કરાશે. ફ્લાવર શૉમાં આયુર્વેદ તથા આરોગ્ય અંગે માહિતી આપવામાં આવશે. જેમાં ધનવંતરી ભગવાન, ચરમ ઋષિ, સંજીવની સાથે હનુમાન દાદા, ખલ-દસ્તો, વેકસીન માટે સીરીંઝ/ વાયલ, ફ્રન્ટલાઈન હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતા “નર્સ” સ્ટેથોસ્કોપ અને યોગાની વિવિધ થીમ અંતર્ગત ફ્લાવર શૉ યોજાશે. ૬૫૦૦૦ ચોરસ મીટર જગ્યામાં ૭ લાખ ફૂલ લગાવાશે.

ટિકિટ માટેની વેબસાઈટ-
www.sabarmatiriverfront.com અથવા www.riverfrontparktickets.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *