ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી ૧ માર્ચ મંગળવારના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર શિવલિંગને પુરૂષ તત્વ માનવામાં આવે છે અને હળદરનો સંબંધ મહિલાઓ સાથે હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે શિવલિંગ પર હળદર ચઢાવવાની મનાઈ છે. તેનાથી ભગવાન શિવ ક્રોધિત થઈ શકે છે.
ભગવાન શિવને વિનાશના દેવતા માનવામાં આવે છે અને મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે. તેથી ભગવાન શિવ પર સિંદૂર ચઢાવવું અશુભ માનવામાં આવે છે. તેની જગ્યાએ ભગવાન શિવને ચંદનનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે.
ભગવાન શિવને તુલસી પણ ચઢાવવામાં આવતી નથી.શિવ પુરાણ અનુસાર, જલંધર નામના રાક્ષસને તેની પત્ની વૃંદાની પવિત્રતા અને વિષ્ણુ દ્વારા આપવામાં આવેલા બખ્તરને કારણે અમરત્વનું વરદાન મળ્યું હતું. અમર થવાના આ વરદાનને લીધે તેણે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું, પછી શિવે તેને મારી નાખ્યો.
શિવ-પુરાણમાં ઉલ્લેખ છે કે શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો, તેથી શિવને શંખથી જળ અર્પણ કરવાથી અથવા પૂજામાં શંખનો ઉપયોગ કરવાથી તે ક્રોધિત થઈ શકે છે.