ઇંગ્લેન્ડ ના પૂર્વ કેપટન માઈકલ વોન લોર્ડ્સ ટેસ્ટ મેચના પાંચમા દિવસે જો રૂટ ની રણનીતિ થી ખુશ નજરે ન પડ્યો. તેને જણાવ્યું કે રમત ના છેલ્લા દિવસે જો રૂટે ખુબ ડિફેન્સિવ રણનીતિ અપનાવી અને આ કારણે ભારતીય ટીમ એક મોટો સ્કોર બનાવવામાં સફળ રહી. માઈકલ વોન ના જણાવ્યા મુજબ જસપ્રિ બુમરાહ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તો ઘણા બધા ખેલાડીઓ બાઉન્ડરી પર લાવવામાં આવ્યા હતા. આ ગેમ પ્લાન માં સમજ ના પડી.
લોર્ડ્સ ટેસ્ટ મેચ પૂરી થયા બાદ માઇકલ વૉને BBC સાથે વાતચીતમાં કહ્યું કે જ્યારે જસપ્રીત બૂમરાહ બેટિંગ કરી રહ્યો હતો તો રિષભ પંતથી વધારે ફિલ્ડર તેના માટે બાઉન્ડ્રી પર લગાવવામાં આવ્યા હતા. જ્યારે તમારી પાસે જો રુટ અને જેમ્સ એન્ડરસન જેવા અનુભવી ખેલાડી હોય જે 100થી વધારે ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે તો પછી તમે એવી ભૂલ કઈ રીતે કરી શકો છો. આ રણનીતિ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ ગઈ.
બીજી ટેસ્ટ મેચ ના પાંચમા દિવસે જયારે રિષભ પંત આઉટ થયો ત્યારે એમ લાગ્યું કે આ મેચ આપણા જોડે થી તો ગઈ અને આ મેચ ઇંગ્લેન્ડ ના નામે કરી લેશે. જોકે ત્યારબાદ ઇંગ્લેન્ડ ના બોલરો ને જસપ્રીત બુમરાહ અમે મહોમ્મ્દ શમી ને રોકવા માટે સતત બાઉન્સર બોલ ફેંક્યા પણ તેનું પરિણામ છેલ્લે એ આવ્યું કે આ બન્ને ખેલાડી ભેગા થઇ ૮૯ રન ની ભાગીદારી કરી નાખી અને ઇંગ્લેન્ડ ની મેચ જીતવાની આશા પર સંપૂર્ણ રીતે પાણી ફેરવી નાખ્યું.