હવામાન વિભાગ દ્વારા ઠંડી અને કમોસમી વરસાદ ને લઈને ફરીવાર એક આગાહી કરવામાં આવી છે. હવે રાજ્યમાં ચોમાસુ બારમાસી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં વાતાવરણમાં વારંવાર બદલાવ આવી રહ્યો છે જેના કારણે તેની સીધી અસર ખેડૂતો પર વર્તાય છે અને ખેડૂતો ચિંતિત થઈ જતાં હોય છે.
જો તમને ઠંડી ઓછી લાગી રહી છે એમ નઈ માનતા કે ઠંડી જતી રહી છે.તો તમે તદ્દન ખોટ્ટા છો કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતનું હવામાન પલટાવા જઈ રહયું છે. એવી આઘાઈ કરવામાં આવી છે કે ફરી એકવાર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વરશે, ઠંડી સાથે કમોસમી વરસાદ પણ થશે આથી ખેડૂત ભાઈઓ ચિંતિત છે. માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. આજથી ગુજરાતના આ જિલ્લાઓમાં વહેલી સવારથી હવામાન પલટાયું છે અમદાવાદ , મહેસાણા તેમજ બનાસકાંઠા વાતાવરણ ધુંઘરૂ બની ગયું છે.
હાલમાં બે – ત્રણ દિવસ સુધી ગરમી નો અહેસાસ થશે પણ પછી અને ઘટાડો પણ નોંધાશે. પરંતુ તેના બાદ ફરી એકવાર ઠંડીનું કાતિલ મોજું ફરી વરશે આખા ગુજરાતમાં. અનિયમિત વાતાવરણ ના કારણે પાક ને નુકશાન થવાની સંભાવના વધી જાય છે.