દરેક માણસે વી.આઈ.પી લોકોને જોયા હશે જ્યારે વી.આઈ.પી લોકો રસ્તા પર થઈ જતા હોય છે ત્યારે સાધારણ લોકોને ઉભા કરી દેવામાં આવે છે અને વી.આઇ.પી લોકોને જગ્યા કરી આપવામાં આવે છે. કારણકે તે આસાનીથી જઈ શકે અને સાધારણ લોકો તેમને જોઈ રહે છે.
આજે અમે તમને વી.આઈ.પી ઝાડ વિશે બતાવીશું કે જેની સુરક્ષા માટે 24 કલાક પોલીસ હાજર રહે છે. આ ઝાડ પણ વી.આઇ.પી થી ઓછું નથી આ ઝાડ વી.આઇ.પી કેવી રીતે બન્યું તે જાણીએ.
આઝાડ ભોપાલ અને વિદિશા ની વચ્ચે સલામત પુરા ની પહાડી ઉપર આવેલું છે. મધ્ય પ્રદેશની સરકાર આ ઝાડ ની સુરક્ષા માટે વર્ષના 15 લાખ રૂપિયા ખર્ચો કરે છે. આઝાડ જોવા જશો તો તમને ઝાડની આજુબાજુ 15 ફૂટ ઊંચી લોખંડની ઝારીયો જોવા મળશે.
આઝાડને પાણી રેડવા માટે નગરપાલિકા થી એક ટેન્કર પાણી ભરીને આવે છે અને ઝાડને બીમારીઓથી બચાવવા માટે કૃષિ વિભાગ થી માણસ ઝાડને જોવા માટે આવે છે. તમે વિચારી રહ્યા હશો કે એવી તો શું આ ઝાડ માં ખાસ વાત છે. કે તેને આટલી બધી સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવ્યું છે.
આ ઝાડ ગૌતમ બુદ્ધની નિશાની છે. આ એ ઝાડ છે કે જ્યાં ગૌતમ બુદ્ધ ને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. એટલા માટે આ ઝાડને બૌદ્ધિક વૃક્ષ પણ કહેવામાં આવે છે. આઝાડની સુરક્ષા એટલા માટે કરવામાં આવે છે કે આ ગૌતમ બુદ્ધની છેલ્લી નિશાની છે.