ભારતનું આ ગામ આજે લાખો કમાય છે, જાણો તેના પાછળ નું કારણ.

Uncategorized

ભારતમાં હજારો ગામડા આવેલા છે.ભારતના ઘણા ગામડા એવા છે જ્યાં હજુ સુધી વીજળી પહોંચી નથી.ભારત દેશ આઝાદ થયો તે વખતે ગામડાની સ્થિતિ ખુબ ખરાબ હતી પણ આજે ગામડા શહેરને પણ ટક્કર મારે તેવા થયા છે.ભારતમાં ગામડાનો વિકાસ થવા લાગ્યો છે.આજે ગામડામાં સ્કૂલ.વીજળી .પીવા માટે ચોખ્ખું પાણી વગેરે જેવી સુવિધા હવે ગામડામાં મળતી થઇ છે.આજે ગામડા શહેર કરતા પણ આગળ નિકરી રહ્યા છે.શહેરનું પ્રદુષણ વારું વાતાવરણ ભવિષ્ય માટે ખુબ ચિંતાનો વિષય છે.જયારે ગામડા તમને શુદ્ધ હવા મળી રહશે.આજે હું તમને ભારત માં આવેલા એક એવા ગામડા વિષે બતાવીશ જે સરકારને વીજળી વેચી આજે લખો રૂપિયા કમાય છે.

આ ગામ ખ્યાલી ભારતમાં નહીં પણ આખા એશિયા ખંડમાં સ્માર્ટ ગામ તરીકે ખ્યાતનામ છે.આ ગામ તમિલનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લામાં આવેલું ઓડ઼ણથુંરી ગામ. આ ગામા ખુબ આધુનિક છે.આ ગામા દરેક સુવિધાથી સજ્જ છે.ઓડ઼ણથુંરી ગામ વર્ષે લખો રૂપિયા કમાય છે.

આ ગામા દરેક ઘરમાં શૌચાલય આવેલું છે તે ભારતનું પહેલું ૧૦૦ ટકા શૌચાલય હોય તેવું ગામ છે.એક માત્ર ગામ જ્યાં ગામને પોતાનો પવન ચક્કીનો પ્લાન્ટ છે. ઓડ઼ણથુંરી ગામના દરેક ઘરની છત ઉપર તમને સોલર પેનલ જોવા મળશે.ગામનો દરેક રસ્તો RCC થી બનાવેલા છે.

ઓડ઼ણથુંરી ગામ પોતાના માટે તો વીજળી ઉત્પન્ન કરે છે.અને તે સરકરને પણ વીજળી વેચે છે.જેના લીધે ગામને વર્ષે 20 લાખ જેટલો નફો થાય છે.આ બધું ગામના સરપંચ શન્મુગમના ફારે જાય છે.તે ઓડ઼ણથુંરીના સાલ 1996માં સરપંચ બને છે.શન્મુગમના ગુજરાતના બરોડાથી બાયોગેસ પ્લાન્ટ ની ટ્રેનિંગ લીધી અને પોતાના ગામા 2003 પ્રથમ બાયોગેસ પ્લાન્ટ નાખ્યો.તેમને પંચાયત નામથી બેંકમાં લોન લઈને ગામ પવનચક્કીનો પ્લાન્ટ નાખ્યો તેમને થોડા વર્ષોમાં બેન્ક માંથી લીધેલી લોનની ભરપાઈ કરી દે છે.આજે ઓડ઼ણથુંરી ગામ તમિલનાડુ વીજળી બોર્ડને વીજળી વેચી આજે વર્ષે લાખો રૂપિયા કમાય છે.શન્મુગમના ઘણા એવોર્ડ પણ મર્યા છે.જાપન,ફ્રાન્સ જેવા 43 દેશ ઓડ઼ણથુંરી ગામની મુલાકાત લઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *