આજના ગામડાને જોઈને શહેરને પણ શરમ આવી જાય તેવા ગામડા છે.આજે ગામડાના લોકો ભારત દેશની રક્ષા કરવા માટે ફૌજ માં જોડાય છે.દેશની રક્ષા કરવા માટે ઇન્ડિયન આર્મીમાં જોડાવું એ એક ગર્વની વાત છે.પણ નવાઈ ની વાત એ છે કે એક ગામા માંડ એક બે લોકો ઇન્ડિયન આર્મીમાં નોકરી કરતા હોય છે પણ ગુજરાતનું એક એવું ગામ છે તે ગામના ૧૨૦૦ કરતા પણ વધારે યુવાનો આજે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે.તો આવો જાણીયે તે ગામ વિષે
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા કોડિયાવાડા ગામા આજે ૧૨૦૦ કરતા પણ વધારે જવાનો આર્મીમાં નોકરી કરે છે.ગામના દરેક ઘર માંથી એક થી વધુ જવાનો આર્મીમાં અલગ અલગ હોદા ઉપર ફરજ બજાવે છે.આ ગામ નો દરેક યુવાનને આર્મીમાં જોડાવાની ઈચ્છા હોય છે.વિજયનગરના ડુંગરો વચ્ચે આવેલું આ નાનું ગામ પોતાની એક અલગ ઓરખાંણ ધરાવે છે.
એવું પણ કહેવાય કે કોડિયાવાડા ગામા જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારત માતાની રક્ષા કરવા માટે જન્મે છે.આ ગામા ના મોટા ભાગના યુવાનો તમને ગામના મેદાનમાં દોડતા જોવા મળશે.કોડિયાવાડા ગામના લોકો આર્મીમાં જોડાવા માટે નાની ઉંમરથી તાબડતોડ મહેનત કરતા હોય છે.ગામનો દરેક યુવાન સૈન્ય માં જોડાવા ખુબ આતુર હોય છે.
કોડિયાવાડા ગામ જાણે દેશના જવાનોની ફેક્ટરી હોય તેવું લાગે છે.ગામ લોકોને આજે તેમના ગામ ઉપર ગર્વ છે.એક જ ગામના આટલા બધા લોકો ઇન્ડિયન આર્મીમાં નોકરી કરતા હોય તેવું ભારતનું પ્રથમ ગામ છે.ગુજરાતને આજે કોડિયાવાડા ગામ ઉપર ખુબ ગર્વ છે.કોડિયાવાડા ગામના નાના મોટા દરેક લોકો સવારમાં ઉઠીને કોડિયાવાડા ગામના રસ્તા ઉપર તમને દોડતા જોવા મળશે.આ ગામના દરેક યુવાને એક પ્રબળ ઈચ્છા હોય છે કે તે આર્મીમાં જોડાય
કોડિયાવાડા ગામા શહેર જેવું કોઈ કસરત કરવા માટે કોઈ જિમ આવેલું નથી કે દોડવા માટે કોઈ ટ્રક પણ બનાવેલો નથી ગામના જવાનો પોતાની જાતને તૈયાર કરવા માટે જંગલ વિસ્તાર કે પછી સ્કૂલના મેદાનમાં પોતાની જાતને આર્મીમાં જોડાવા માટે તૈયાર કરે છે.કોડિયાવાડા ગામના 100 કરતા વધારે નીવૃર્ત્ત જવાનો આજે બેન્કની સુરક્ષામાં નોકરી કરે છે.