મીઠામાં ગજબ શક્તિ રહેલી હોય છે. મીઠામાં નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાની તાકાત રહેલી છે. આજ કારણે તમારા ઘરમાંથી નકારત્મક ઉર્જાને પુરી રીતે ખતમ કરી નાખે છે. તેની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવાના પણ કામ કરે છે. પણ મિત્રો તેના માટે માત્ર ભોજનમાં જ નહીં પણ બીજા કામમાં પણ મીઠા ના ઉપયોગ કરવો પડશે. ચાલો જાણીએ મિત્રો મીઠા ના કેટલાક ફાયદાઓ.
આખું મીઠું અથવા તો ( મીઠાના ગાંગડા ) લાલ રંગ ના કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવાથી ઘરમાં કોઈપણ જાતની નેગેટિવિટી પ્રવેશ નહીં કરે. રાત્રે સૂતી વખતે પાણીમાં ચપટી મીઠું મિક્સ કરીને હાથ-પગ ધોવાથી માનસિક તણાવ દૂર થાય છે અને ઊંઘ મસ્ત આવે છે.
અઠવાડિયામાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું મિક્સ કરીને નાના બાળકોને નવડાવશો તો તે જરૂર નજર દોષથી બચ્યા રહશે અને સ્વાસ્થ્ય સબંધી પરેશાની ઓછી રહશે. ઘરમાં હમેશા સમુદ્ર મીઠાનું પોતું કરવું જોઈએ તેનાથી દરિદ્રતા દૂર રહે છે.