ભારતમાં તો ઘણા મંદિરો આવેલા છે પરંતુ તે સિવાય આખી દુનિયા ભરમાં હિન્દુ સંસ્કૃતિના મંદિરો અને શક્તિપીઠો આવેલા છે. તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ એક શક્તિપીઠ આવેલું છે જે વૈષ્ણો દેવીના નામથી જાણીતું છે. ત્યાં બલુચિસ્તાન ના નદીના કિનારે આવેલ હિંગળાજ માતાનું મંદિર 51 શક્તિપીઠ માંનું એક છે. તે મંદિરને હિંગળાજ દેવી, નાની હજ અને નાની નું મંદિર ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર ગુફામાં આવેલું છે જેમકે ભારતમાં વૈષ્ણો દેવીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સેવા પૂજા નું કામ હિન્દુઓ અને મુસલમાનો એકસાથે કરે છે અને તે સ્થાનને આસ્થાનું કેન્દ્ર બને છે. તો જાણો પાકિસ્તાન માં આવેલ હિંગળાજ માતાના મંદિર વિશે.
ભારતમાં આવેલા શક્તિપીઠોનું જેટલું મહત્વ છે એટલું જ પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાનું મહત્વ આપવામાં આવે છે. આ મંદિરમાં ગયા પછી તમને એવું લાગે કે તમે પાકિસ્તાનમાં છો તમને એવું જ લાગશે કે ભારતમાં આવેલ વૈષ્ણોદેવી માતા ના મંદિર માં જ છો. તે મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ એકસાથે નજરે પડતા હોય છે.
નવરાત્રિના દિવસો દરમિયાન હિંગળાજ માતાના મંદિરમાં ભારતથી પણ ભક્તો ત્યાં દર્શન કરવા જતા હોય છે અને પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે માથું નમાવતા હોય છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ ત્યાં માતાજીના મંદિરમાં શીશ નમાવી ચૂકેલા છે. એવું પણ કહેવામાં આવી છે કે ભગવાન રામ પણ હિંગળાજ માતાના દર્શન કરવા માટે આવ્યા હતા અને તેમને ત્યાં યજ્ઞ પણ કરાવ્યો હતો.
એક એવી પણ માન્યતા છે કે જે ફક્ત હિંગળાજ માતાના મંદિરમાં શીશ નમાવે છે તેમને ગયા જન્મના કષ્ટો ભોગવવાં પડતાં નથી. આ મંદિરમાં ભગવાન ગણેશજી અને કાલિકા માતાની પ્રતિમા આવેલી છે. એક વખતે આ મંદિરમાં આતંકવાદીઓ દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે તે દરેક લોકો હવામાં લટકી ગયા હતા તે સમયથી લોકો આ ચમત્કાર જોઈને ત્યાં શીશ ઝુકાવે છે.