દરેક લોકો માટે લીલા પત્તા વાળી શાકભાજી ખાવી ફાયદાકારક હોય છે. તેમાં પણ શિયાળાની સિઝનમાં પાલક બજારમાં આસાનીથી જોવા મળતો હોય છે. જો પાલક ની વાત કરીએ તો તે પૌષ્ટિક શાકભાજી માની એક છે. લોકો અલગ અલગ રીતે પાલકનું સેવન કરતા હોય છે જેમકે પાલક પનીર પાલક બટાકા જેમ જેમ જેને જેવી અનુકૂળતા હોય તે પ્રમાણે ઉપયોગમાં લેતા હોય છે. સ્વાસ્થ્ય પ્રત્યે જે લોકો જાગૃત હોય છે તેવા લોકો પાલકનો જ્યુસ પીવાનું પસંદ કરતા હોય છે. તો મિત્રો જાણો પાલકનો જ્યુસ પીવાના ફાયદા.
લોહીની ઉણપ : શરીરમાં જ્યારે સ્વસ્થ લાલ કોશિકાઓ નથી બનતી તો તેના કારણ લોહીની ઉણપની સમસ્યા થતી હોય છે. ખાસ કરીને તેમાં તેનું મુખ્ય કારણ આયરનની ઉણપ હોય છે. આયરન એ શરીરમાં લાલ લોહી કોશિકાઓને બનાવવાનું કામ કરે છે. તેવામાં પાલક અથવા પાલક નું જ્યુસ પીવાથી લોહીની કમી થી બચી શકાય છે.
રોગ પ્રતિકારક ક્ષમતા માટે : દરેક લોકોને બીમારીઓથી બચવા માટે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત નવી જરૂરી છે. આપણા શરીરની ઈમ્યૂન સિસ્ટમ વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામા સક્ષમ બને છે. તેવામાં ઈમ્યૂન પાવર ને વધારવા માટે વિટામીન એ અને વિટામીન સી યુક્ત પદાર્થો ખોરાકમાં સામેલ કરવા જોઇએ જે લાભદાયી હોય છે. પાલક ની અંદર આ બંને વિટામિનો જોવા મળતા હોય છે.
આંખ માટે : પાલકનો જ્યુસ આંખને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થતો હોય છે. તેની અંદર રહેલા પોષક તત્વો આંખને સ્વસ્થ રાખવા નું અને વધતી ઉંમરમાં આંખોની ઓછી થતી રોશનીની આ સમસ્યામાંથી બચવામાં મદદરૂપ થાય છે. પાલકમાં લ્યુટીન અને જીયાજૈથીન નામનો એન્ટીઓક્સિડન્ટ સારો સ્ત્રોત હોય છે.
આમ પાલક અને પાલકનો જ્યુસ શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો શિયાળાની સિઝનમાં પૂરતી માત્રામાં પાલકનું સેવન કરતા હોય છે.