પાંચ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપી માતાના મોત બાદ બેસણાંમાં આવતા પોલીસે ઝડપ્યો

Uncategorized

લાઘણજ અને ઊંઝામાં પાંચ વર્ષ અગાઉ ચોરીને અંજામ આપી આરોપી પોલીસને ખો આપતો હતો

મહેસાણા જિલ્લામાં પાંચ વર્ષ અગાઉ અલગ અલગ તાલુકામાં ઘરફોડ ચોરીને અંજામ આપી પોલીસને ખો આપતો આરોપી આખરે પોતાની માતાના મરણ બાદની ક્રિયામાં પોતાના ઘરે આવતા પોલીસે બાતમી આધારે દબોચી લીધો હતો. બાદમાં વધુ કાર્યવાહી માટે આરોપીને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.

મહેસાણા પેરોલફ્લો ટીમ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પેટ્રોલિંગ પર હતી. એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પાંચ વર્ષ અગાઉ મહેસાણા જિલ્લામાં આવેલા લાઘણજ અને ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઘર ફોડ ચોરીને અંજામ આપી પોલીસને ખો આપતો આરોપી ઠાકોર ભરતજીની માતા 10 દિવસ અગાઉ મરણ થયું હોવાની તેની ક્રિયા માટે કચ્છથી વિસનગરના ગઢા ગામે અવાનો છે.

બાતમી મળતા પેરોલ ફ્લોટીમ એક્ટિવ થઈ જતા મહેસાણા ચોકડી પર આરોપીને ઝડપવા વોચ ગોઠવી હતી. આરોપી બસમાંથી ઉતરતા જ પોલીસે કોર્ડન કરી તેણે ઝડપી પાડ્યો હતો. બાદમાં તેને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધ કરાવી આરોપીને લાઘણજ અને ઊંઝા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *