દેશવિદેશ માં જોરદાર વેચાણ કરનાર પાપડે આ ગામની દુનિયા બદલી નાખી.
ગુજરાતમાં આવેલા ખેડા જિલ્લાનું ઉત્તરસંડા ગામની વાત કરીએ છીએ. જેવા તમે ગામમાં આવે એવી જ મસ્ત પાપડ અને ચોરાફરીની સુગંદ આવે છે જેથી દિલ ખુશ થઇ જાય એવી કેવાય છેને કે કેટલાક લોકો થી પાપડ પણ ભાગતો નથી જ્યાં કેટલાક લોકો પાપડ બનાવી કરોડપતિ બની જાય છે. પાપડ અને મઠિયા એ આ ગામનું નામ બદલી નાખ્યું છે. એક સમય એવો હતો કે આ ગામ એક દમ ગરીબ ગામ હતું. જયારે આજે આ ગામ કરોડપતિ બની ગયું છે.
આ ગામમાં પાપડ બનાવતી ૩૫ ફેક્ટરીઓ આવેલી છે. ૨૦ હજારની વસ્તી ધરાવતું આ ગામડું વર્ષના ૭૦૦ ટન પાપડનું ઉત્પાદન કરે છે. આ પાપડનું વેચાણ અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, વગેરે દેશોમાં વેચાણ થાય છે. આ ગામના લોકો ખુબજ સાહસિક છે તેઓ રૂપિયામાં રોકાણ કરે છે અને ડોલરમાં કમાય છે. આ ઉત્તરસંડા ગામના પાપડ દુબઈની હાઈફાઈ હોટલોમાં પીરસાય છે. અને દક્ષિણ આફ્રિકામાં પણ વેચાય છે. અને આ ગુજરાતીયા ન્યુઝીલેન્ડમાં બેથા બેથા ચરોતરી પાપડની ખુબ મજા લે છે. એક બાજુ લિજ્જત પાપડ અને એક બાજુ આ ઉત્તરસંડા ના ગૃહઉધોગના પાપડ સારા ટેસ્ટની બાબતમાં આ ઉત્તરસંડા ગામના પાપડ ખુબ સારા હોય છે. આ ગામના લોકોની મહેનત થી વિશ્વભરમાં આજે પાપડના નામથી ઓરખાય છે. આ ગામના હવા પાણી પાપડ ઉદ્યોગ માટે ખુબજ લાભદાયી સાબિત થયા છે. એ ગામના પાણી માં રહેલા વિશિષ્ટ ગુણો પાપડને નરમ, સફેદ, પાતરા, અને સ્વાદિષ્ટ બનાવામાં મદદ કરે છે. અહીંના રોજના ચાર થી દસ કિલો પાપડ બનાવામાં આવે છે. NRI લોકો આ પાપડ વધારે પ્રમાણમાં લઇ જાય છે.
અહીં અલગ અલગ પ્રકારના પાપડ બનાવામાં આવે છે. જેવાકે સિંગલ મરી, ડબલ મરી, લસણીયા, પંજાબી, જીરૂમરી, પુરી પાપડ, ડિસ્કો પાપડ, રેડ ચીલી, ઓનલી ગાર્લિક, ગ્રીન ચીલી, અનેક પ્રકારના પાપડ બનાવામાં આવે છે.
