ગુજરાતને દારૂ મળે એવી હોટેલની નહીં દવા મળે તેવી હોસ્પિટલની જરૂર છે: વિપક્ષ નેતા પરેશ ધાનાણી

Latest News

ગાંધીનગરમાં યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારા મહેમાનોની સુવિધા માટે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. આ હોટલની માલિકી સરકારની છે પરંતુ તેનું સંચાલન Lila Group ને આપવામાં આવ્યું છે મહેમાનોની સરભરા માટે લીલા હોટલમાં આગામી સમયમાં પરમીટ લોકર શોપ પણ ઉભી કરવામાં આવશે. આ હોટલમાં મહેમાનોની આવન-જાવન નિયમિત થયા પછી લિકર શોપ અને બાર ઊભુ કરવામાં આવશે.

લીલા હોટેલ બનાવવાનો ખર્ચ કરોડ રૂપિયા માં થયો છે. ૭૯૦ કરોડની હોટલમાં ૭૬ ટકા હિસ્સો સરકારનો છે અને ૨૪ ટકા હિસ્સો રેલવેનો છે. આ ઉપરાંત તેનું સંચાલન કરતી લીલા કંપનીના નફામાં ૬ % નો હિસ્સો આપવામાં આવે છે. આ હોટલમાં પરમીટ લોકર શોપ બનવવાના રાજ્ય સરકારના નિર્ણયને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી.


પરંતુ સત્તાની એડીએ ગાંધી અને સરદારના સંસ્કારોને કચડ નારી ભારતીય જનતા પાર્ટીની સરકાર વીતેલા ૨૫ વર્ષના સળંગ શાસનમાં લોકોની અપેક્ષા પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી. યુવાનોના સપનાઓ તૂટીને ચકનાચૂર થઈ રહ્યા છે.ગુજરાતમાં દર દર ભટકતા દર્દીઓને દવા ઉપલબ્ધ કરાવે.

આજે આખું ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારને વિનંતી કરે છે કે, અમને દવા આપો દારું નહીં. અમને દવા જીવાડશે કે પછી દારૂ? ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂ મળે તેવી હોટેલની નહીં પરંતુ દવા મળે તેવી હોસ્પિટલની જરૂર છે. ત્યારે આજના દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારની લીલાનો પડદો ઊંચકાઈ રહ્યો છે સરકારની લીલામાં આગામી દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને દારૂ પીરસવાની દુકાન પણ શરૂ કરવાની પણ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *