આજે જે કામ દીકરા કરી શકે છે તે કામ દીકરીઓ પણ કરી શકે છે આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે દીકરી પણ જીવનમાં સંઘર્ષ કરીને સફળતા મેળવે છે જે કામ દીકરા ના કરી શકી તે કામ આજે દીકરીઓ કરી બતાવે છે પરિવારમાં દીકરીનો જન્મ થવાથી દાદી ખૂબ નારાજ હતા પણ દીકરીએ યુપીએસસી પરીક્ષા પાસ કરીને અધિકારી બધી ત્યારે તેમના દાદી ની આંખ માંથી ખુશીના આંસુ આવી ગયા હતા
ઝુંઝુનું કે ચારવાસ ગામની દીકરી નિશા ચાહર યુપીએસસી પરીક્ષામાં ૧૧૭ નંબરથી પાસ થઈ હતી પણ નિશાનો જન્મ થયો ત્યારે તેમના દાદી ખૂબ નારાજ હતા કારણ કે તેમને દીકરો જોવતો હતો પણ નિશા આઈએએસ અધિકારી બની ત્યારે તેમના દાદી ડીજે ઉપર ડાન્સ કરવા લાગ્યા
નિશાની દાદી નાનીચા દેવી કહે છે કે મારા દીકરા ની પત્ની ચંદ્રકલા જ્યારે દીકરીને જન્મ આપ્યો ત્યારે આખા ઘરમાં સન્નાટો થઈ ગયો હતો બધા ખુશ ન હતા પણ જ્યારે નિશાએ upsc ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે દાદી લોકોને ખૂબ મીઠાઇ ખવડાવી હતી અને ડીજે ઉપર ડાન્સ કરવા લાગ્યા હતા તેમને એટલી બધી ખુશી હતી તે આખી રાત ઊંઘી પણ શક્યા ન હતા
તેમના પિતા રાજેન્દ્ર ચહર શિક્ષક છે તે કહે છે કે નિશા પ્રથમ પ્રયાસમાં upsc પાસ કરી નિશા અત્યાર સુધી કોઈ પરીક્ષામાં નાપાસ થઈ ન હતી તેથી તેમને વિશ્વાસ હતો કે upsc પણ પાસ કરી લેશે તેમના પિતા નિશાની ડોક્ટર બનાવવા માગતા હતા
નિશાએ બાળપણથી જ કલેકટર બનવાના સપના જોયા હતા પણ તેને ખબર ન હતી કલેકટર કોણ હોય છે અને કેવી રીતે બને છે જ્યારે શહેરમાં જવાનું થતું ત્યારે તે કલેકટરના બંગલાના નજીકથી પસાર થતી હતી ત્યારે તે વિચારતી હોય છે કે હું મોટી થઇને કલેકટર બનીશ અને આવા બંગલામાં રહીશ તે પોતાનું સપનું સાકાર કરવા માટે બાળપણથી જ મહેનત કરવા લાગે છે
આજે નિશાએ યુપીએસસી પાસ કરીને પોતાનું સપનું સાકાર કર્યું તેમજ પોતાનાં માતા-પિતાનું નામ રોશન કર્યું