પતિએ પત્નીનું નાક દાંતથી કાપી નાખ્યું, મહિલા કર્યો હતો કોર્ટમાં કેસ, પત્નીએ દારૂડિયા પતિની સાથે ઝઘડા અને મારઝૂડથી કંટાળીને કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટમાં મહિલાએ ભરણ પોષણની માગણી કરી હતી. તેથી પત્નીની આ વાતથી પતિ રોષે ભરાયો પછી…

Uncategorized

એક પતિએ તેની પત્નીની સાથે મારઝૂડ કરીને પત્ની સાથે બર્બરતા આચરીને પત્નીનું નાક કાપી નાંખ્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના મધ્ય પ્રદેશના રતલામની છે. આ ઘટનામાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

માહિતી અનુસાર પત્નીએ દારૂડિયા પતિની સાથે ઝઘડા અને મારઝૂડથી કંટાળીને કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટમાં મહિલાએ ભરણ પોષણની માગણી કરી હતી. તેથી પત્નીની આ વાતથી પતિ રોષે ભરાયો હતો. એટલે પતિએ પહેલા પત્નીને માર માર્યો. ત્યારબાદ પત્નીનું નાક કાપી નાંખ્યું હતુ. આ ઘટના મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના આલોટની છે. મહિલાએ અવાર નવાર ત્રાસ આપતા પતિને છોડી દીધો છે અને હાલ તેની સારવાર આલોટની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાનું નામ ટીના માલી હોવાનું સામે આવ્યું છે.
વર્ષ ૨૦૧૯ મા ટીનાએ તેના પતિની સામે કોર્ટમાં ભરણ પોષણ આપવા માટે કેસ દાખલ કરાવ્યો હતો. આ વાતને લઇને દિનેશ તેની પત્ની પર કેસ પરત લેવા માટે દબાણ કરતો હતો. રવિવારે બોરે અજુમન કોલોનીમાં રહેતી ટીનાના ઘરે દિનેશ ગયો હતો. ઘરે જતાની સાથે જ દિનેશે તેની બે દીકરીઓને માર માર્યો. ત્યારબાદ પત્નીનું નાક પોતાના દાંત વડે કાપી નાંખ્યું હતુ. આ ઘટના બાદ દિનેશ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ ટીનાને પાડોશીએ હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાંથી ટીનાએ પતિ દિનેશ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાને લઇને આલોટ પોલીસ સ્ટેશનના અધિકારી નીરજ સારવાને જણાવ્યું હતુ કે, ટીના નામની એક મહિલાએ કેસ કર્યો છે. જેની સામે કેસ કરવામાં આવ્યો છે તેનું નામ દિનેશ છે અને તે પણ અંજુમન કોલોનીમાં રહે છે. આ બંનેનો કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો. આ વાતને લઇને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે પતિએ પત્નીનું નાક દાંતથી કાપી નાખ્યું. આ સમગ્ર ઘટનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *