શિલ્પા શેટ્ટી બોલિવુડની એક એવી અત્રિનેત્રી છે જે લાઇમલાઇટમાં રહે છે. શિલ્પાના ફેન્સ પણ તેની દરેક પોસ્ટને ખૂબ પસંદ કરે છે અને તેને થોડી જ વારમાં વાયરલ પણ કરી દે છે. હાલના દિવસોમાં અભિનેત્રી પોતાના પતિ રાજ કુન્દ્રાને કારણે વધારે ચર્ચામાં છે. જ્યારથી રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસથી જોડાયું છે ત્યારથી લોકો શિલ્પાની લાઇફમાં વધારે રૂચી દાખવવા લાગ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો કોઇ ઈવેન્ટનો છે. જેમાં શિલ્પા ઈન્ટરવ્યૂ આપતી જોવા મળે છે. વીડિયોમાં એક રિપોર્ટર શિલ્પાને તેના પતિ રાજ કુન્દ્રા વિશે સવાલ કરવાનું શરૂ કરે છે. શિલ્પા તેની વાતને વચમાં જ કાપે છે અને કહે છે, હું રાજ કુન્દ્રા છું? હું તેના જેવી લાગું છું? નહીં નહીં…હું કોણ છું? શિલ્પા જે રીતે જવાબ આપે છે, તેને જોઇ લાગે છે કે પતિ રાજ કુન્દ્રાનું નામ વચ્ચે લાવવાનું તેને જરા પણ પસંદ નથી.
અભિનેત્રીની વાત કરીએ તો હાલના દિવસોમાં શિલ્પા ડાંસ રિયાલિટી શો સુપર ડાંસર ચેપ્ટર ૪ માં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે. શિલ્પા હાલમાં જ પ્રિયદર્શનની ફિલ્મ હંગામા ૩ માં પણ જોવા મળી હતી. જેમાં તેના કામની લોકોએ ઘણી પ્રશંસા કરી હતી.