પત્નીના અત્યાચાર થી કંટારી ગયેલા હોય તેવા પુરુષો માટે બનાવ્યામાં આવ્યો આશ્રમ

TIPS

તો મિત્રો તમે ઘણા બધા આશ્રમ વિષે જાણતા હશો.જે બાળકોના માતા પિતા ના હોય તેવા બાળકોને અનાથ આશ્રમ માં મુકવામાં આવે છે.અનાથ આશ્રમ માં બાળકોની સારસંભાર રાખવામાં આવે છે.ત્યાં બાળકને જીવન જીવવાની કળા પણ શીખવાડવામાં આવે છે.આ સદીમાં દીકરા પોતાના માં બાપ ને રાખવા માગતા નથી ત્યારે આવા માં બાપ નો રહેવા માટેનો છેલ્લો આશરો એક વૃધ્ધાશ્રમ છે.જે લોકોના દીકરા માં બાપને ત્રાસ આપતા હોય તેવા માં બાપને વૃધ્ધાશ્રમ માં રાખવામાં આવે છે.પણ આ બધાથી એક અલગ આશ્રમ છે જેના વિષે તમને જાણીને નવાઈ લાગશે.

જયારે કોઈ પત્ની પતિને ત્રાસ આપતી હોય ત્યરે પતિ એ ક્યાં જવું આ વિચારી ને જે પોતાની પત્ની થી પીડાતા હોય તેવા લોકો માટે એક આશ્રમની સ્થાપના કરવામાં આવી છે.આ જાણીને તમને નવાઈ લાગી હશે પણ આ એક હકીકત છે.મજબુર પતિ પણ ક્યાંય જતો નથી અને પોતાની પત્નીનો અત્યાચાર સહન કરતો હોય છે.પણ આજે હું તમને એક એવા આશ્રમ વિષે બતાવીશ જે પતિ પોતાની પત્નીના અત્યાચાર સહન કરતો હોય તેવા લોકો માટે છે.

આ આશ્રમ મહારાષ્ટ્ર્ના ઔરંગાબાદ જિલ્લામાં આવેલો છે.જ્યાં પત્નીનો અત્યાચાર સહન કરતા હોય તેવા કેટલાય લોકો આ આશ્રમ માં રહે છે.જે પોતાની પત્નીથી કાનૂની લડાઈ લડી રહ્યા છે તે પણ અહીં રોકાઈ શકે છે.અત્યાચાર સહન કરતા પતિઓને આ આશ્રમ મદદ પણ કરે છે.આ આશ્રમ દેશના અલગ અલગ રાજ્ય માંથી ઘણા લોકો સલાહ લેવા માટે આવતા હોય છે.આ આશ્રમ સલાહ લેવા આવતા લોકોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે.

આ આશ્રમના કાર્યાલયમાં પતિઓને પત્ની સામે કઈ રીતે કાનૂની લડાઈ લડવી તેનું જ્ઞાન આપવામાં આવે છે.આશ્રમ એક કાગડાને પૂજવામાં આવે છે.આ આશ્રમ સ્થાપક ભારત ફુલારે પીડિતોની ફાઈલ સાંભરે છે.ભારત ફુલારે પણ એક પત્ની પીડિત હતા.ભારત ફૂલરેના કહેવા પ્રમાણે તેમની પત્નીને તેમના ઉપર ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો.તેવા સમયમાં તેમનો કોઈ સગા સંબંધી તેમને રાખ્યા નહતો.ત્યારે ભારત ફુલારે ના બીજા મિત્રો તે પણ પોતાની પત્નીથી પીડિત હતા બધા સાથે મળી ને આ આશ્રમની સ્થાપના કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *