સૌરાષ્ટ્રના વતની હરિકૃષ્ણ પટેલ ધોરણ ૫ માં બે વાર નાપાસ થતા હીરાના ધંધામાં જોડાઈ ગયા હતા. મુંબઈ અને સુરતમાં હીરાનું કામ વર્ષો સુધી કર્યું. લગ્ન પછી બાળકોના જન્મ બાદ તેમને પત્નીને સોરાયસીસ નામની બીમારી થાય છે. તે બીમારી તેમને ભયકંર થઇ જાય છે તેમને વર્ષો સુધી તેમની સારવાર કરાવી પણ કોઈ પણ પ્રકારની સારવાર અસરકારક નીવડી નહોતી. પછી આખરે પાંચ વર્ષ પછી તેમને એક રાખવાનું વિચાર્યું અને પછી ગાય લાવ્યા. તે ગાય લાવવવાથી તેમની પત્નીને સોરાયસિસની બીમારી દૂર થઇ અને તેમને ગૌ શાળા શરુ કરવાનો નિર્ણય કર્યો.
તેમની પત્નીને આ બીમારીના કરીને તેમને ૨૫ વર્ષ સુધી અલગ અલગ હોમીયોપોથી, એલોપથી અને આયુર્વેદિક જેવી સારવાર કરાવી હતી પણ કોઈ અસરકારક નીવડી નહોતી. તેમની પત્ની એવી અસહ્ય પીડા થતી હતી કે તેઓ એક સમય તો મોતની માંગણી કરવા માંડ્યા હતા. તેમને એક ગાય પાળી અને તેની બનાવટો માંથી તેમની બીમારી દૂર થઇ જતા તેમને ગૌ શાળાનું નિર્માણ કરવાનું વિચાર્યું અને ગૌ શાળા બનાવી. ગાય તો આપણા સૌની માતા કહેવાય છે.
હરિકૃષ્ણ ભાઈએ હીરાનું કારખાનું બંધ કરીને ગૌ શાળા શરુ કરી. તેમને ઉદ્દેશ હતો કે અમારી જેમ બીજા લોકોને પણ શુદ્ધ ગુણવત્તા વારુ દૂધ ઘી મળી રહે. તેમની જોડે હાલમાં નાની મોટી ૧૨૫ કરતા વધુ ગાયો છે. જેના દ્વારા તૈયાર થતું દૂધ ઘી ના વેચાણથી ૨૫ લાખનું ટર્ન ઓવર થાય છે. તેમને ગૌશાળા શરુ કરવાની પ્રેરણા સંતો દ્વારા મળી હતી.
તેઓ ગાયોને બાંધવાની જગ્યાએ ખુલ્લી રાખે છે. તેઓ ગાયોને ચરવા માટે રોજના પાંચ કલાક છોડી મૂકે છે. ગાયો માટે પંખા પણ લગાવવામાં આવ્યા છે. રોજનું ૨૦૦ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. તે કાચની બોટલમાં દૂધ પેક કરીને ૧૦૦ રૂપિયે લીટર વહેંચે છે. તેઓએ ગાયોના અલગ અલગ નામ પણ પડ્યા છે. ગાયોની સારસંભાર માટે છ લોકો કામ કરે છે. તેમનો ઈરાદો છે કે આવનાર સમય માં મોટી સંખ્યામાં લોકો સુધી શુદ્ધ અને દેશી દૂધ પહોંચાડવું.