પાવાગઢમાં પ્રાયવેટ (ખાનગી) વાહન લઇ જવા પર પ્રતિબંધ, ભક્તો માટે આ સેવા શરૂ કરાઇ

trending

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે. તેથી ગુજરાત સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. ગરબાની મંજૂરી મળતા લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નવરાત્રીમાં મંદિરોમાં ભીડ ન થાય એટલા માટે પાવાગઢ અને અંબાજીમાં નવરાત્રીના આયોજનને મોકૂફ રાખવામાં આવ્યું છે. નવરાત્રીને લઇને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, પાવાગઢમાં નવરાત્રીનું આયોજન થશે નહીં અને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને મંદિરની મંદિરની તળેટી અને માચી ખાતે માતાજીના દર્શન માટે LED લગાવવાનો નિર્ણય કર્યો છે.


તો બીજી તરફ મંદિરમાં ૭૦ સભ્યોના સ્ટાફની સાથે ૩૦ જેટલા ખાનગી સિક્યોરીટીને પણ તહેનાત કરવમાં આવ્યા છે. મંદિરમાં પરિસરમાં કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, મંદિરમાં આવતા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમના પાલન સાથે મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે. પાવાગઢમાં સવારે ૫ વાગ્યે માતાજીના મંદિરના દ્વાર ખોલવામાં આવશે અને રાત્રે 8 વાગ્યે બંધ કરવામાં આવશે.


તો બીજી તરફ સ્થાનિક લોકો અને ભક્તોનો મોબાઈલથી સંપર્ક થઇ શકે એટલા માટે જિલ્લા કલેકટરે BSNL સહિત અન્ય ખાનગી કંપનીઓને મોબાઈલના ટાવર લગાવવાની સુચના આપી છે. ૭ થી ૨૦ ઓક્ટોબર સુધીમાં તળેટીથી માચી સુધી ખાનગી વાહન લઇ જવા પ્રતિબંધ લગાવાયો છે. તેથી ભક્તોને ST બસનો આશરો લેવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *