પાવાગઢની પરિક્રમા કરવા જવાના હોવ તો આ વાત ચોક્કસ જાણી લેજ્યો, નહિતર ધક્કો ખાવો પડશે

Latest News

અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ આપતી એવી માન્યતા વળી મહાકાલીમાં ની પાવાગઢની પરિક્રમાનો 2જી જાન્યુઆરીથી થશે પ્રારંભ. પરિક્રમામાં ભાગ લેવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત. પાવાગઢ મંદિરમાં પરિક્રમા આવનાર ને તમામ ને નોંધણી ફરજીયાત છે. સરકારશ્રી ની ગાઇડલાઇન પાલન કરવું ફરજીયાત છે. આવનાર ભક્તોને કોઈ અડચણ ના થાય એના માટે ત્યાં આગળની પરિક્રમા સમિતિ સજ્જ છે.

આ પરિક્રમા વાઘેશ્વરી મંદિરથી પરિક્રમાનો પ્રારંભ થશે. આ વખતે કોરોનાના લીધે મર્યાદિત સંખ્યામાં યોજાતી પરિક્રમા ૨જી જાન્યુઆરી આરંભ થશે. પરિક્રમામાં ભાગ લેવા માટે www.pavagadhparikrama.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ પરિક્રમા ૪૪ કિલોમીટર રૂટ ધરાવતી છે, આને પૂર્ણ કરતા ૨ દિવસ લાગે છે. અહીંયા આગળ ભક્તોને અગવડતા ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યાં આગળ ભક્તોને જમવાની તેમજ રહેવાની સગવડ ઉપલબ્ધ કરી છે.

લોકવાયકા દ્વારા કહેવાયું છે કે જો આ પરિક્રમા કરે તેઓને અશ્વમેઘયજ્ઞ કર્યા જેટલુ ફળ મળે છે. આશરે ૮૨૫ વર્ષ પહેલા વિશ્વામિત્રિ ઋષિએ પાવાગઢ પરિક્રમાની શરૂઆત કરી હતી જેથી આ પરિક્રમા વિશ્વામૈત્રી પરિક્રમા તરીકે પણ ઓળખાય છે.

પાવાગઢના ડુંગરનો આકાર શ્રીયંત્ર જેવો છે તેથી આ ડુંગરની પૂજા કરવાથી યાત્રીઓને શ્રીયંત્રની પરિક્રમા જેટલુ જ ફળ પ્રાપ્ત થાય છે. અહીં આગળ ભક્તોની ખાસ અવર જવર રહેતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *