upsc ની પરીક્ષાને ભારતની સૌથી અગરી પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેતા હોય છે, પણ બહુ ઓછા લોકો તેને ક્લિયર કરી શકે છે. આની તૈયારી માટે શરીરને બધી રીતે તૈયાર રાખવું પડે. ફિઝીકલી અને મેન્ટલી બન્ને રીતે તૈયાર રહેવું પડતું હોય છે. આ કહાની છે પંજાબમાં રહેતી રિતિકા જિંદલ ની તેના માટે પણ આ આસાન નહોતું તેમ છતાં પણ તેને દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો અને તેનું સપનું પૂરું કર્યું. જાણો તેમની કહાની.
રિતિકા નાનપણથી જ આઈએએસ બનાવ માંગતી હતી. તે નાની ઉંમરથી જ દેશ અને દેશની જનતા માટે કંઈક કરવા માંગતી હતી. તેમને યોગ્ય સમય આવતા તે પરીક્ષાની તૈયારી ચાલુ કરી દરેક સમયે સાચી દીક્ષામાં મહેનત કરવાનું ચાલુ રાખ્યું. તે ધોરણ ૧૨માં પણ ટોપર રહી હતી.
તેઓ નાનપણથી જ આઈએએસ બનવા માંગતા હતા એટલા માટે તેમને કોલેજથી જ તૈયારી ચાલુ કરી દીધી હતી. ગ્રેજ્યુએશન પછી તેમને પરીક્ષા આપી અને ત્રણે સ્ટેજ ક્લિયર કરી દીધા પણ ફાઇનલ લિસ્ટમાં થોડા માર્ક્સ માટે રહી ગયા. પછી તેમને બીજીવાર પરીક્ષા આપવાનું નિર્ણય લીધો.
પહેલા પ્રયાસમાં નિષ્ફર્તા પછી તેમને ખુબ મહેનત કરી અને વર્ષ ૨૦૧૮ માં બીજા પ્રયત્ને આખા ભારતમાં ૮૮ મોં રેન્ક મેળવીને રિતિકા જિન્દલે બાળપણનું સપનું પૂરું કર્યું. તેમની આ ઈચ્છા પુરી થતા ખુબ ખુશ થયા હતા.
જયારે તેઓ બીજીવાર પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતાને કેન્સર હતું. તેમના માટે આ અઘરો સમય હતો. તેમ છતાં તેમને આ મુશ્કેલીઓનો સામનો કરીને તેમની તૈયારીઓ ચાલુ રાખી હતી. તેમના પિતાને જિંદગીથી લડતા જોઈને ખુબ તાકાત મળી અને પરીક્ષા માટે ખુબ મહેનત કરી. તેઓ તેમના પિતાની સારવાર માટે હોસ્પિટલ પણ જતા હતા. તેમ છતાં પણ તેમને સફરતા પ્રાપ્ત કરી.