દિવસ રાત મહેનત કરીને પોતાના પિતાનું સપનું પૂરું કર્યું

Uncategorized

આજે આપણે સમાજમાં નાના મધ્યમ વર્ગમાંથી આવતા બાળકો પણ તનતોડ મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરતા હોય છે આવા બાળકો ખૂબ નબળી પરિસ્થિતિ માંથી આવતા હોવા છતાં પણ પોતાનું સપનું પુરુ કરવા માટે ખૂબ મહેનત કરતા હોય છે ખૂબ મહેનત કરીને પોતાના મા-બાપને સપનું પૂરું કરે છે

મધ્યપ્રદેશના નાના જિલ્લામાં નરસિંહ પુરામાં રહેતી તપસ્યા પણ પોતાના પિતાનું સપનું પુરુ કરવા માટે ખૂબ તાબડતોડ મહેનત કરી તપસ્યા ભણવામાં નાનપણથી ખૂબ હોશિયાર હતી તપસ્યા દસમા અને બારમા ધોરણમાં ત્યાંની શાળામાં પ્રથમ નંબરે પાસ થઈ હતી તપસ્યાની ભવ્ય સફળતા જોઇને તેના પરિવારના લોકોએ નક્કી કર્યું તેને યુપીએસસીની પરીક્ષા આપવી જોઈએ અને કલેકટર બનવું જોઈએ તપસ્યા પૂણેની નેશનલ લો સોસાયટી કોલેજમાંથી સ્નાતક પૂરું કર્યું હતું તે પછી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા માટે દિલ્હી આવી ગઈ હતી

તપસ્યા દિલ્હીમાં જઈને યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે ટ્યુશન જોઈન કર્યા તે સાથે પોતાના પિતાનું સપનું સાકાર કરવા માટે ખૂબ મહેનત પણ કરી તપસ્યા એ ત્રણ વર્ષ સુધી અથાક મહેનત કરી તપસ્યા યુપીએસસી ના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહી પણ તેને નિરાશ થયા વગર પોતાની મહેનત અને પરિશ્રમ કરવાનું ચાલુ જ રાખ્યું અને તે ફરીથી યુપીએસસીની પરીક્ષા આપે છે અને તે પરીક્ષામાં તે ભવ્ય સફળતા પ્રાપ્ત કરે છે તે ઓલ ઇન્ડિયા રેન્ક માં 23 માં નંબર સાથે ભવ્ય સફળતા મેળવીને કલેકટર બને છે તપસ્યાનું કહેવું છે કે કલાકો સુધી અભ્યાસ કરવો જરૂરી નથી પણ નિયમિત અભ્યાસ કરવો ખુબ જરૂરી છે.

આજે તપસ્યા પોતાના પિતાનું સપનું પુરુ કર્યું તે સાથે આજે તપસ્યા ઉપર પોતાના મા-બાપને ખૂબ ગર્વ છે પોતાની દીકરીની ભવ્ય સફળતા જોઇને તેમના મા-બાપ ખૂબ ખુશ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *