પ્લાસ્ટિક ના વપરાશ પર કેન્દ્ર સરકારે આકરા પાણીએ , આ તારીખ થી દેશમાં પ્રતિબન્ધ મુકાશે.

Latest News

દેશ ના વિવિધ રાજ્યો માં સિંગલ યુજ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબન્ધ મુકવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ નહીં થતા હવે કેન્દ્ર સરકારે આકરા પગલાં લેવા સક્ષમ બની છે. કેન્દ્રએ એવો એક કાયદો બનાવ્યો છે કે જેનો અમલ ગુજરાત સહીત ના રાજ્યો માં ૧લી જાન્યુઆરી થી ૨૦૨૨ થી અમલી બનશે.ખુદ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ પર પ્રતિબન્ધ મૂકી રહી છે. કેન્ડી અને આઈસક્રીમ પર લગાવતી સ્ટિક , પ્લાસ્ટિક ના કપ અને ગ્લાસ તેમજ અન્ય ચીજવસ્તુઓનો કે જ પ્લાસ્ટિક માં પેક થાય છે. આપણા આરોગ્ય ને હાનિકર્તા તમામ પ્રકાર ના પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવી રહ્યો છે.


સિંગલ યુઝ પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ પર એક સાથે નહીં પરંતુ તબક્કાવાર પ્રતિબંધ મૂકાશે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની ચૌબેએ સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ પર આ બયાન આપ્યું છે. આ વર્ષે જાહેર કરાયેલા નોટીફિકેશન અનુસાર કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન, આયાત, સંગ્રહ અને વિતરણ તેમજ વેચાણ પર 1લી જાન્યુઆરી 2022થી પ્રતિબંધ આવશે.

ગુજરાત સરકારે અત્યાર સુધી પ્લાસ્ટીકના વપરાશ પર નિયંત્રણ મૂકતા ત્રણ નોટીફિકેશન બહાર પાડ્યા છે પરંતુ તેનો અસરકારક અમલ થતો નથી. બીજા રાજ્યોએ પણ પ્રતિબંધ મૂક્યા છે પરંતુ તેની કોઇ અસર નથી તેથી ખુદ કેન્દ્ર સરકાર આ પ્રતિબંધ મૂકવા માગે છે અને તેના કડક અમલીકરણ માટે તૈયાર છે. પ્રથમ તો સિંગલ યુઝ પ્લાસ્ટીક બનાવતી કંપનીઓ પર ત્રાટકવામાં આવશે અને તેમને ઉત્પાદન બંધ કરવા ફરજ પાડવામાં આવશે.


પ્લાસ્ટીકમાંથી બનાવેલા કાન સાફ કરવાના બડ, ફુગ્ગા અને ભારતના ત્રિરંગામાં વપરાતું પ્લાસ્ટિક દૂર કરાશે. એ ઉપરાંત સુશોભનમાં ઉપયોગમાં લેવાતા થર્મોકોલને પણ બંધ કરાશે. સિંગલ યુઝ ચીજવસ્તુઓ જેવી કે 100 માઇક્રોનથી ઓછું હોય તેવી ચીજો જેવી કે પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી, કેક કાપવામાં ઉપયોગમાં લેવાતી છરી, સ્ટ્રો, કન્ટેનર, ઢાંકણ, ટ્રે તેમજ પ્લાસ્ટીકની હલકી બોટલો પર પ્રતિબંધ આવી શકે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *