ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ પૂરી કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમી રહી છે. આ સીરીઝની પ્રથમ મેચ હાલમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શિખર ધવને પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર કર્યા છે. ઘણા યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ત્રણ મેચની આ શ્રેણી તેમના માટે ઘણી મહત્વની સાબિત થશે.
પ્રથમ મેચને જોતા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતી જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 306 રન બનાવ્યા હતા. જેમાં શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે હાહાકાર મચાવ્યો છે. તેમજ આ ઘાતક ખેલાડી ફ્લોપ સાબિત થયો છે. જેના કારણે તેને 10 વર્ષથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે.
શ્રેયસ અય્યરે પ્રથમ વનડેમાં 76 બોલમાં 80 રન બનાવ્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેમજ આ ઘાતક ખેલાડી ફરી એકવાર નિષ્ફળ ગયો છે. જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 10 વર્ષ સુધી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન આપવું જોઈએ. ફેન્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી.
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ફરી એકવાર નિષ્ફળ ગયો છે. તેણે આ મેચમાં 23 બોલમાં માત્ર 15 રન જ બનાવ્યા છે. તે ફરી એકવાર ટૂંકા રન માટે આઉટ થયો છે. આ પહેલા પણ તે T20 ફોર્મેટમાં સતત નિષ્ફળ રહ્યો હતો. તેથી જ હવે તેને કાયમ માટે હટાવવાની માંગ ઉઠી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેને 10 વર્ષ સુધી ન રાખવા જોઈએ.