પ્રકાશ રાજને સોશિયલ મીડિયા પર પોતાની વાત નીડરતાથી રજૂ કરવા માટે ઓળખવામાં આવે છે. પ્રકાશ રાજે કૃષિ કાયદાઓને પાછા લેવાના પ્રધાનમંત્રી મોદીના એલાન પર ટ્વીટ કરી છે. પ્રકાશ રાજે આ ટ્વીટમાં ખેડૂતોના સંઘર્ષની પ્રશંસા કરી છે. આ રીતે ખેડૂતોની જીત પર તેમની આ ટ્વીટ ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો આ કવિતાને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
પ્રકાશ રાજે પ્રધાનમંત્રી મોદીના આ એલાન પર ટ્વીટ કરતા લખ્યું કે, મારા દેશના સંઘર્ષ કરનારા ખેડૂતોએ રાજાને નમવા માટે મજબૂર કરી દીધા. અનિયા નાયરની આ કવિતા મેં વાંચી હતી જે કૃષિ કાયદાઓ સામે ખેડૂત આંદોલનના પક્ષમાં હતી. પ્રકાશ રાજ દ્વારા અંગ્રેજીમાં વાંચવામાં આવેલી આ કવિતાના શબ્દો પણ ખાસ્સા ઊંડા છે. પ્રકાશ રાજની આ ટ્વીટ ખૂબ વાંચવામાં આવી રહી છે અને તેના પર લોકોના ખૂબ રિએક્શન પણ આવી રહ્યા છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગયા વર્ષે ૩ કૃષિ કાયદાઓ લાવી હતી. જેનો દેશભરના ખેડૂતોએ ખૂબ વિરોધ કર્યો. દેશના અન્નદાતાઓ પાછલા એક વર્ષથી આ કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. આખરે તેમનો આ શાંતિપૂર્ણ વિરોધ કામ આવ્યો અને કેન્દ્ર સરકારે આ ત્રણ કાયદા પાછા ખેંચી લીધા છે.
દેશના ખેડૂતો, સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. સરકાર સારી નિયતથી આ કાયદા લઈને આવી હતી. કદાચ અમારી તપસ્યામાં ઓછી પડી. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાતચીતનો પ્રયાસ કર્યો. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ ગયો. અમે કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય લીધો છે.