પાલનપુર ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો-ઓપરેટીંવ બેંકના એટીએમમાંથી છેતરપીંડીથી રૂપિયા પડાવનાર ઈસમોને પોલીસે ઝડપી પાડયા.

Latest News

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ તથા બનાસકાંઠા-પાલનપુર, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મીલ્કત સબંધી બનતા ગુના અટકાવવા સારુ સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના I/c મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબના નાઓના માર્ગદર્શન હેઠળ એમ.કે.ઝાલા ઇન્ચાર્જ પો.ઈન્સ.અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓને પોલીસ કંન્ટ્રોલ રૂમ પાલનપુર તરફથી વર્ધી મળેલ કે એક વરના કાર ગાડી નં.HR72F7611 માં ત્રણ ઇસમો પાલનપુર ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો-ઓપરેટીંવ બેંકની પાલનપુર,શાખાના એ.ટી.એમમાંથી છેતરપીંડીથી એનકેન પ્રકારે પૈસા ઉપાડી વરના કાર ગાડીમાં આબુરોડ હાઇવે તરફ ભાગેલ છે.

જે વર્ધી આધારે શ્રી એમ.કે.ઝાલા I/C પો.ઇન્સ નાઓએ સમય સુચકતા વાપરી અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ ઉપર તથા અલગ અલગ પોઇન્ટો ઉપર નાકાબંધી ગોઠવેલ જે દરમ્યાન ઉપરોકત શંકાસ્પદ ગાડી નંબર HR72F7611 ની બોર્ડર ચેક પોસ્ટ ઉપર આવતાં નાકાબંધી જોઇ પરત પાલનપુર તરફ ભાગડવાનો પ્રયન્ત કરતાં સતર્કતા દાખવી શંકાસ્પદ ગાડી નંબર HR72F7611 ને ત્રણ ઇસમો સાથે પકડી પાડેલ અને આ બનાવ બાબતે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન એ પાર્ટ ફર્સ્ટ ગુ. મુજબનો ગુનો રજી થયેલ હોઇ આગળની કાર્યવાહી સારૂ પાલનપુર શહેર પુર્વ પો.સ્ટે. નાઓને શંકાસ્પદ ગાડી નંબર HR72F7611 તથા ત્રણ ઇસમોને સોપેલ છે.

તેમજ આ ઈસમોએ બનાસકાંઠા જિલ્લાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ATM માં પણ આવી રિતે અનેકવાર ગુનાઓ આચારેલાનું જણાવેલ છે.જે બાબતે ગુના દાખલ કરવાની પણ તજવીજ કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) શ્રી એમ.કે.ઝાલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) AHC વિરાભાઇ ધર્માભાઇ બ.નં.૯૭
(૩) PC ધરમપાલસિહ જનકસિહ બ.નં.૧૪૩૭
(૪) ULR પ્રફુલદાન પ્રુથ્વીદાન બ.નં.૧૮૬૦
(૫) ULR અક્ષયકુમાર રમેશભાઇ બ.નં.૨૦૨૦
(૬) Dr.PC રજનીશકુમાર કાનજીભાઇ બ.નં.૩૪૨
(૭) Dr.PC રમેશકુમાર અમૃતલાલ બ.નં.૧૬૩
(૮) Dr.PC કમલેશભાઇ રણછોડભાઇ બ.નં.૧૩૯
(૯) Dr.PC વિક્રમદાન વિજયદાન બ.નં.૮૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *