આ એ જ પ્રશાંત કિશોર કે જેમને 2014 માં મોદીને વડાપ્રધાન બનાવ્યા હતા. તેમને ચૂંટણીની રણનીતિ માટે બહુ હોશિયાર માનવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી અને શાહના ગઢમાં પિકીની એન્ટ્રીથી ભાજપ ના ચિંતામાં વધારો થશે. Pk એ 2014 માં ભાજપની ૨૮૨ સિટ જીતાડી હતી.
2022 ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રશાંત કિશોરનને ગુજરાતની જવાબદારી સોંપી છે. ગુજરાતના સર્વે માટે પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતના જિલ્લા અને તાલુકા લેવલે સક્રિય છે. લોકોને લાગી રહ્યું છે કે તેઓ કોંગ્રેસનો વનવાસ પૂરો કરાવશે. Pk એ ગુજરાત સિવાય દેશના અનેક રાજ્યોમાં આવી જવાબદારી લઈને તેઓને વિજય બનાવ્યા છે.
પીકે ને ચૂંટણીના એક વિશેષ રણનીતિકાર માનવામાં આવે છે. હાલમાં તેમને ગુજરાતમાં સૌથી વધુ મહત્ત્વની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હમણાં તમને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી જોડે પણ મિટિંગ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ તેમના સંપર્કમાં છે.
હાર્દિક પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે ગાઢ મિત્રતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. શું તમને લાગી રહ્યું છે કે આ બંને નેતા મળીને ગુજરાત કોંગ્રેસ નો વનવાસ પૂરો કરાવશે. ટૂંક સમયમાં કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસ પ્રમુખની પણ નિમણૂક થઇ શકે છે. હાર્દિક પટેલ પણ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે.
મોદીના ગઢમાં સરકાર બનાવવાની જવાબદારી તો પીકે એ લીધી છે પણ જે થશે એતો આવનારો સમય બતાવશે. કહેવાય છે કે ભાજપના અનેક ભ્રષ્ટાચાર તેઓ ઉજાગર કરી શકે છે.