તો મિત્રો તમે બધા જાણતા હશો કે આજે અફઘાનિસ્તાન હાલત ખુબ નાજુક છે. તાલિબાને અફઘાનિસ્તાનના મોટા ભાગની જગ્યા ઉપર નિયત્રંણ મેળવી લીધું છે.આ પહેલા તાલિબાને 20 વર્ષ પહેલા અફઘાનિસ્તાન સરકારને ઉથલાવી ફેંકી હતી.તાલીબાના શાશન અફઘાન લોકો 20 પહેલા જોઈ ચુક્યા છે.તેમાં તલીબાન દ્વારા ગુજારવામાં આવતા ત્રાસ અફઘાન લોકો જાણે છે.અફઘાન લોકો ફરીથી તાલિબાનનું રાજ જોવા માગતા નથી.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર જ્યારથી તાલિબાને કબ્જો મેળવો છે.ત્યારથી આખી દુનિયાની નજર અફઘાનિસ્તાન ઉપર છે.તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની પહોંચે તે પહેલા ત્યાંના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી જાય છે.એની પહેલા જયારે તાલિબાને અફઘાનિસ્તાન ઉપર કબ્જો મેળવો હતો ત્યારે રાષ્ટ્રપતિ ની ખુબ ક્રુરતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.આજે તાલિબાને અફઘાનિસ્તાન ઉપર નિયત્રંણ મેળવા પછી પહેલી વખત એક પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફોરન્સ ઉપર આખી દુનિયાના બધા દેશો ની નઝર હતી કે તાલિબાન કેવા કાયદા લાવશે મહિલાઓ પ્રત્યે તેની નીતિ કેવી રહશે તો જાણીયે તાલિબાને પ્રેસ માં શું કીધું
તાલીબાના પ્રવક્તા જબિહુલ્લા મુજાહીદ પોતાની પ્રથમ પ્રેસમાં કહે છે.અફઘાનિસ્તાની ધરતી નો ઉપયોગ બીજા દેશો જોડે લડવા માટે કે બીજા દેશો જોડે સાજીશ રચવા માટે કરવામાં આવશે નહીં.અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં આવેલા દૂતવાસોને તાલિબાન દ્વારા કોઈપણ જાતનું નુકશાન પહોંચાડવામાં આવશે નહીં.અંતરાષ્ટ્રીય દૂતવાસોની સુરક્ષાની જવાબદારી તાલિબનની રહશે.જબિહુલ્લા મુજાહીદને કહે છે કાબુલમાં આવેલા દૂતવાસોની સુરક્ષા અમારા માટે ખુબ મહત્વની છે.
જબિહુલ્લા મુજાહીદ મહિલાઓ વિષે પ્રેસ કોન્ફોરન્સ માં કહે છે.મહિલાઓને શરીયાના કાયદા પ્રમાણે અધિકાર અને આઝાદી આપવામાં આવશે.જયારે તાલિબાની સરકાર રચાઈ જશે ત્યારે શરીયા ના કાયદા પ્રમાણે મહિલાઓ ને છૂટ છાટ આપવામાં આવશે.
જબિહુલ્લા મુજાહીદ પ્રેસમાં કહે છે પ્રાઇવેટ મીડિયાને સ્વતંત્ર થઇ ને અફઘાનિસ્તાનમાં કામ કરી શકે છે.તે કહે છે પત્રકાર અફઘાનિસ્તાની મયાર્દાનું ઉલ્લઘન નકરે.પ્રવક્તા કહે છે અફઘાન યુદ્ધ હવે પરુ થઇ ગયું છે જે લોકોએ અફઘાન સરકાર તરફથી તાલીબાના વિરુદ્ધ લડાઈ લડી તે બધાને તાલિબાન માફ કરે છે.અફઘાનિસ્તાનમાં કોઈપણનું કિડનેપ કરવામાં આવશે નહીં.અફઘાનિસ્તાનમાં કોઈ પણ વ્યક્તિની જાનથી મારી નાખવામાં આવશે નહીં.પ્રવક્તા કહે છે અફઘાનમાં લગાતાર સુરક્ષા વધારવામાં આવશે.અફઘાન લોકોને ડરવાની જરૂર નથી