ચોમાસા માં પોતાના શરીર ને કઈ રીતે સાચવશો

Health

તો દોસ્તો તમને બધા જાણતા હશો કે વરસાદ ની શરૂઆત થાય એટલે બધાને ખુશી થાય તેમાં ખેડૂત સૌથી વધારે ખુશ થાય છે પણ તમે એ પણ જાણતા હશો કે વરસાદી પાણી થી નાના મોટા તળાવ ડેમ વગેરે ભરાય છે તે સાથે નાના મોટા ખાબોચિયા પણ ભરાય છે તેનાથી કાદવ કીચડ થાય છે તેમાંથી મચ્છર નો ઉપદ્રવ થાય છે અને ભયન્કર બીમારી ફેલાય છે ચોમાસાની ઋતુ માં સૌથી વધારે રોગચારો ફેલાય છે તેનાથી બચવા માટે આજે હું તમને કેટલાક ઉપાય બતાવીશ.


વરસાદ પડે એટલે તાપમાનમાં ફેરબદલ થાય છે અને વાતાવરણ માં અચાનક પલટો આવે છે જેના લીધે નાના મોટા બધા લોકો બીમાર પડે છે તેનાથી બચવા માટે ખાવા પીવા માં ખાસ ધ્યાન રાખવું જોઈએ આ વરસાદી માહોલ માં સૌથી વધારે બાળકો બીમાર થાય છે જયારે પણ બાળક વરસાદમાં પલરીને ઘરે આવે ત્યારે તરતજ તેને રૂમાલ થી લૂછી ને પગના મોજા પહેરવો જેના લીધે તેમના શરીરનું તાપમાન જળવાઈ રહે.


ફ્રીઝ માં રાખેલી વસ્તુ ન ખાવી જોઈએ આવા સમયે ફ્રીઝ માં રાખેલી વસ્તુ ખાશો તો તમે બીમારીને આમંત્રણ આપી રહ્યા છો આપણે બધાને ફ્રીઝ માં રાખેલી આઇસ્ક્રીમ ઠંડુ પાણી વગેરે ની આદત હોય છે પણ તમે આ બધી વસ્તુ ન ખાઓ તો તમારા શરીર માટે ખુબ ફાયદાકારક છે ફ્રીઝ માં રાખેલા પાણી ની જગ્યાએ તમે માટલીનું પાણી પી શકોછો જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.


ચોમાસા ના સમય માં જે શાક ભાજી આવે છે જેનો ઉપયોગ ચાલુ કરો જેવા કે ભીંડી,દૂધી, કરેલા,પરવર અને કાંકોર વગેરે નો ઉપયોગ કરો પણ તમે કૂબી ફુલાવર વગેરે ને જોઈ ને ખરીદો કારણ કે તેમાં પાણી ભરાવાથી તેની અંદર નાના નાના ડોર પડે છે આદુના પાવડર નો ઉપયોગ કરો જે તમને શરદી ઉધરસ કફથી બચાવશે.


વરસાદી વતાવરણ માં તરેલું મસાલેદાર જંક ફૂડ વગેરે ન ખાવું જોઈએ આમ પણ ચોમાસાની સીઝન માં આપણા શરીર ની પાચન ક્રિયા નબળી હોય છે તેના લીધે અપચો શરદી ઉધરસ વગેરે થાય છે
ચોમાસાની સીઝન માં તરબૂચ ટેટી વગેરે ન ખાવા જોઈએ કરણકે તેને વરસાદ ઉપર વરસાદનું પાણી પડવાથી તેમાં જલ્દી બગાડ આવે છે પાણી પણ ઉકેરેલું કે ફિલ્ટર કરેલું પીવા તેમ કરાવથી તમે કોલેરા જેવા રોગોથી બચી શકો છો.

ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *