PUC સર્ટિફિકેટના નિયમોમાં થયો ફેરફાર, પિયુસી ને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો શું છે નવા નિયમ

Latest News

સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે 14 જૂન 2021 ના રોજ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ 1989 હેઠળ દેશભરમાં PUC માટેનું એક સમાન ફોર્મેટ બહાર પાડ્યું હતું .

PUC સર્ટિફિકેટ નાં નિયમોમાં ફેરફાર :- PUC સર્ટિફિકેટ ને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. PUC  માટે એક નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું છે. તેમજ PUC ને નેશનલ રજીસ્ટર સાથે જોડવામાં આવશે. તમારું વાહન કેટલું પ્રદૂષણ ફેલાવે છે ? તે જાણવા નિશ્ચિત સમય બાદ ચેકઅપ કરાવવું જરૂરી હોય છે જેને PUC કહેવામાં આવે છે. દરેક રાજ્યમાં જુદું જુદું ફોર્મેટ હોય છે. પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે દેશભરમાં એક સમાન PUC સર્ટિફિકેટ નીકળશે. અને સાથે નવું ફીચર પણ જોડવામાં આવ્યું છે જેથી વાહન માલિકની જાણકારી PUC માં જ મળી રહેશે.


જાણીએ નવા PUC સર્ટિફિકેટ ની ખાસ વાતો
(1) સડક પરિવહન મંત્રાલયે PUC નું નવું ફોર્મેટ જારી કર્યું છે. જે સમગ્ર દેશમાં એક સમાન હશે.
(2) PUC સર્ટિફિકેટ માં QR CODE હશે જેમાં ઘણી માહિતી હશે, જેમ કે વાહન માલિકનું નામ અને  એમિશન સ્ટેટ્સ એટલે કે વાહન કેટલો ધુમાડો કાઢી રહ્યું છે તે પણ દર્શાવેલું હશે.
(3) PUC ના ડેટાબેઝ ને નેશનલ રજીસ્ટર સાથે જોડવામાં આવશે. 
(4) નવા PUC માં વાહન માલિકનું નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, ગાડીનો એન્જિન નંબર પણ લખેલો હશે.
(5) નવા PUC માં વાહન માલિકનો મોબાઈલ નંબર ફરજિયાત હશે જેથી PUC એક્સપાયર થાય ત્યારે મેસેજ મોકલી શકાય.
(6) જો વાહન માલિક ચેકઅપ માટે વાહનનહિ લાવે તો તેને દંડ પણ ફટકારવામાં આવશે.

નિવેદન માં જણાવ્યા મુજબ જો વાહન એમીશન સ્ટાન્ડર્ડ પર ખરું નહિ ઉતરે તો પહેલી વાર એક સ્લીપ આપવામાં આવશે. જેનો ઉપયોગ વાહન સર્વિસ કરાવવા માટે કરી શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *