IPL 2022માં બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. પુણેમાં રમાયેલી આ મેચમાં RCBએ CSKને 13 રને હરાવ્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં આરસીબીની આ છઠ્ઠી જીત હતી. આ જીત બાદ ફાફ ડુ પ્લેસિસની ટીમ ફરી એકવાર ટોપ-4માં પહોંચી ગઈ છે. બીજી તરફ, CSK સામે મેચ હાર્યા બાદ તેમની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હવે કોઈ ચમત્કાર જ એમએસ ધોનીની ટીમને પ્લેઓફમાં લઈ જઈ શકે છે. આવો અમે તમને RCB અને CSK વચ્ચે રમાયેલી મેચ બાદ ટીમોની સ્થિતિ વિશે જણાવીએ. આ દરમિયાન અમે તમને એ પણ જણાવીશું કે કયા ખેલાડીઓ પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં સામેલ છે.
RCB અને CSK વચ્ચેની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં માત્ર એક મહત્વનો ફેરફાર થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલા અંતિમ ચારમાં હતી. પરંતુ બુધવારે આરસીબી અને સીએસસી વચ્ચે રમાયેલી મેચ બાદ બેંગ્લોરે તેને ટોપ-4માંથી બહાર કરી દીધો હતો. હવે સનરાઇઝર્સની ટીમ 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
અત્યારે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત ટાઈટન્સની ટીમ ટોપ પર છે. IPL 2022માં હાર્દિકની ટીમ 10 મેચ રમી છે જેમાં 8 જીતી છે અને 2 હારી છે. ટીમ 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાતનો નેટ રન રેટ +0.158 છે. બીજા સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ છે, તેના 14 પોઈન્ટ છે. લખનઉએ આ સિઝનમાં 10 મેચ રમી છે જેમાં 7માં જીત અને 3માં હાર થઈ છે. લખનૌનો નેટ રન રેટ +0.397 છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ 12 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. રોયલ્સે 10 મેચ રમી છે જેમાં 6માં જીત અને 4માં હાર થઈ છે. રાજસ્થાન રોયલ્સનો નેટ રન રેટ +0.340 છે. જ્યારે રોયલ ચેલેન્જર્સની ટીમ 12 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આરસીબીએ 11 મેચ રમી છે જેમાં 6માં જીત અને 5માં હાર થઈ છે. બેંગ્લોરનો નેટ રન રેટ -0.444 છે. આ ચાર ટોચની ટીમો ઉપરાંત, સનરાઈઝર્સ હૈદરાબાદ પાંચમા, પંજાબ કિંગ્સ છઠ્ઠા, દિલ્હી કેપિટલ્સ સાતમા, કોલકાતા નાઈટ રાઈડર્સ આઠમા, ચેન્નાઈ સુપર કિંગ્સ નવમા અને મુંબઈ ઈન્ડિયન્સ 10મા ક્રમે છે.
આ પણ જાણો
IPL: ડેનિયલ સેમ્સે અંતિમ ઓવરમાં ગુજરાતના હાથમાંથી વિજય આંચક્યો, મુંબઈ જીત્યું