ઘર ની બહાર નેકળવું હોઈ તો એક નહિ પાચ વાર વિચારજો કેમ કે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે વરસાદ ની પૂઠા ફાડી નાખે તેવી આગાહી…….વાચો અહી

ગુજરાત

ગુજરાતમાં ચોમાસાનો નવો તબક્કો શરૂ થયો છે. સોમવારે 100થી વધુ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 76 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. વાત કરીએ તો આગામી દિવસોમાં મોનસુન ટર્ફ ગુજરાત ઉપરથી પસાર થશે. જેના કારણે હવામાન વિભાગે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હાલમાં રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે.

આથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાં રાજકોટના ઉપલેટામાં સૌથી વધુ 4 ઈંચ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આજે મંગળવાર સવારથી 26 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 થી 8 દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો ખેડાણા કાથાલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

તો મહીસાગરના સંતરામપુર, કડાણામાં અડધો ઇંચ અને 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે, તો તાજેતરના આંકડાની વાત કરીએ તો સોમવારે રાજ્યના 153 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ ઉપલેટામાં થયો છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દરમિયાન આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધકાર છવાઈ ગયો છે. આખું શહેર ગાઢ વાદળોથી ઢંકાયેલું છે, જેના કારણે ગમે ત્યારે વરસાદ પડવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *