રાજસ્થાનમાં આવેલું તનોદ માતાનું મંદિર આ મંદિરને યુદ્ધની દેવીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક અને જેસલમેર થી 130 કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર, આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે.
આ મંદિર 1965 માં ભારત અને પાકિસ્તાન ના યુદ્ધ પછી વિશ્વાસનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિર તેના ચમત્કારો ના કારણે ખુબ જ પ્રસિદ્ધ થયું છે. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને 3000 બોમ્બ ફેંક્યા હતા પરંતુ એક પણ બોમ્બ ફુટયો ન હતો.
મંદિર ઉપર લગભગ સાડા ચારસો બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અને બીજા બધા બોમ્બ મંદિરની આજુબાજુ પડ્યા હતા. આ બધા બોમ્બ મ્યુઝીયમમાં સાચવી રાખ્યા છે. લોન્ગેવાલા ના વિજય પછી મંદિર પરિષદમાં વિજય સ્તંભ નુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.
16 ડિસેમ્બર ને સૈનિકોની યાદમાં ઉજવવામાં આવે છે. તનેાદ માતાએ હિંગળાજ માતાનું એક જ સ્વરુપ છે. માતાને વિશ્વ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાની શક્તિપીઠ પાકિસ્તાન માં આવેલી છે.
પાકિસ્તાન ને ફેંકેલા બધા જ બોમ્બ અસફળ ગયા હતા તેથી માતાજી થી પ્રભાવિત થઈને પાકિસ્તાનની સેનાના જનરલ પણ ભારત સરકારની મંજૂરી લઈને માતાજીના દર્શન માટે આવ્યા હતા. અત્યારે પણ તે માતાજીની પૂજા કરે છે. આ મંદિરને બોર્ડર પિક્ચર મા પણ બતાવવામાં આવ્યુ છે.