આ બે મહિલાઓ ટ્રેન ચલાવે છે એકનું નામ ભાવના ગોમેઇ અને બીજી મહિલાનું નામ સરિતા કુશવાહા છે. સરિતા કુશવાહ ને જોબ માટે પ્રેરણા એફએમ સાંભળવા થી મળી હતી તેમાં ઘણી મહિલાઓ ના ઇન્ટરવ્યૂ સાંભળવાથી જેમ કે આ પહેલી મહિલા પાયલોટ બની એટલે તેને પણ વિચાર આવ્યો કે હું પણ આ માં જોબ કરીશ.
માતા-પિતાને એ પણ કોઈ દિવસ અભ્યાસ માટે ના પાડી ન હતી તેને ટેકનિકલ અભ્યાસ કર્યો હતો તેથી આ જોબ તેને ને મળી ગઈ.
ભાવના ગોમેઇ ને પ્રેરણા તેને જાતે જ મળી છે જ્યારે પણ તે એન્જિન ને જોતી હતી ત્યારે તેને એન્જિન પર ચડવાની ઈચ્છા થતી હતી એના માટે તેને અભ્યાસ કર્યો અને પછી એક્ઝામ પાસ કરી પછી આ જોબ મળી.
આ નોકરીમાં મુસીબતો ઘણી આવે છે જેમકે એન્જિનમાં તકલીફ, ગાડીમા તકલીફ અને કોઈક સુસાઇડ કરવા આવી જાય તો તેને બોડીના ટુકડા પણ ઉઠાવવા પડે છે તેને લઈને પોલીસવાળાને કે ગેટ્સ મેન ને આપવા પડે છે જે હાજર હોય તેને
રાત્રે ગાડી બગડે તો અમારે છેક પાછળ સુધી જઈને ચેક કરવું પડે છે. કે શું થયું છે શા માટે ગાડી ઉભી થઈ ગઈ છે. પહેલા લોકોને કોઈ દિવસ મહિલાને એન્જિનમાં જોઈ ન હોવાથી લોકોને ખબર ન હતી કે આ જોબ મહિલા પણ કરી શકે છે.
લોકોનું કહેવું હતું કે આ જો કેવી રીતે કરે છે તમારે આ જોબ માં નહોતું આવવું જોઈતું લોકો એવું સમજે છે કે જોબ છોકરીઓ કરી શકતી નથી છોકરીઓને તમે કોઈપણ કામમાં ઓછી ના સમજો કારણ કે છોકરીઓ બધા કામ માટે સક્ષમ હોય છે. છોકરાઓની જેમ તે પણ બધા કામ કરી શકે છે.